Hardik Pandya refused to be selected in Team India
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાને લઇ મોટા સમાચાર, ટીમ ઇન્ડિયામાં પસંદગી માટે ઇન્કાર

હાર્દિક પંડ્યાને લઇ મોટા સમાચાર, ટીમ ઇન્ડિયામાં પસંદગી માટે ઇન્કાર

 | 7:04 pm IST
  • Share

  • હાર્દિક પંડ્યા ભારતીય ટીમથી થયો દૂર: રિપોર્ટ
  • હાર્દિક પંડ્યા ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે
  • હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા માટે ઉપલબ્ધ નહીં થાય 


ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે તેની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેથી જ તેણે રાષ્ટ્રીય પસંદગીકારોને કહ્યું છે કે તેઓ હાલમાં ટીમ માટે તેના નામ પર વિચાર ન કરે. કારણ કે તે ફિટનેસ હાંસલ કરવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે. પંડ્યા પીઠની સમસ્યાને કારણે 2019માં સર્જરી બાદ ભારત અને મુંબઈ ઈન્ડિયન્સ બંને ટીમ માટે બોલિંગ કરી શક્યો નથી.

ક્રિક ઇન્ફોની રિપોર્ટ અનુસાર, તેનું ધ્યાન બોલિંગમાં વાપસી કરવા પર છે અને તેણે પસંદગીકારોને તેને સમય આપવા કહ્યું છે. પંડયા ટી-20 વર્લ્ડકપ 2021માં ટીમ ઇન્ડિયાનો ભાગ હતો. પરંતુ 5 મેચોમાં તે માત્ર 2 વખત જ બોલિંગ કરી શક્યો. જેમા તેને એક પણ વિકેટ મળી ન હતી.

કપિલ દેવે પણ ઉઠાવ્યો સવાલ

ટી-20 વર્લ્ડકપ 2021 પહેલા IPLમાં પંડ્યાની બોલિંગ ફિટનેસ પર સતત નજર રાખવામાં આવી રહી હતી, પરંતુ તેણે ટૂર્નામેન્ટના બંને તબક્કામાં કોઈપણ મેચમાં બોલિંગ કરી ન હતી. પંડ્યાએ છેલ્લે વર્ષ 2019 આઈપીએલમાં બોલિંગ કરી હતી અને તેણે 2020ની સિઝન બેટ્સમેન તરીકે રમી હતી. ફિટનેસના કારણે પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં રમાયેલી 3 મેચોની ટી-20 સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો અને હવે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે સાઉથ આફ્રિકાના પ્રવાસનો ભાગ પણ નહીં હોય.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, શું હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કહી શકાય, જ્યારે તે એટલી બોલિંગ કરતો નથી. તેમણે કહ્યું હતું કે ઓલરાઉન્ડર કહેવા માટે તેણે બંને કામ કરવા પડશે. જો તે બોલિંગ ન કરતો હોય તો શું તેને ઓલરાઉન્ડર કહેવાય? તે ઈજામાંથી સાજો થઈ ગયો છે, તેથી તેને પહેલા બોલિંગ કરવા દો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો