આ ભારતીય ખેલાડી નહિ રમે શ્રીલંકા વિરુદ્ધ, જશે કન્ડીશનિંગ કેમ્પમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0300 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આ ભારતીય ખેલાડી નહિ રમે શ્રીલંકા વિરુદ્ધ, જશે કન્ડીશનિંગ કેમ્પમાં

આ ભારતીય ખેલાડી નહિ રમે શ્રીલંકા વિરુદ્ધ, જશે કન્ડીશનિંગ કેમ્પમાં

 | 6:00 pm IST

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ આ નિર્ણય લીધો છે. આ પહેલાં પંડ્યાની પહેલી બે ટેસ્ટ મેચ માટે પસંદગી થઈ હતી.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ નોટમાં કહ્યું છે કે, પંડ્યા પર વર્તમાન કામનું ભારણ જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પંડ્યા નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગલુરૂમાં કન્ડીશનિંગ કેમ્પ માટે જશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ 16 નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે. શ્રીલંકન ટીમ ભારત પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ ઉપરાંત ત્રણ વનડે ઇન્ટરનેશનલ અને ત્રણ ટ્વવેન્ટી 20 મેચ રમશે.

આ છે ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, શિખર ધવન, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા