NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • લંકા સામે હાર્દિકને આરામ અપાયો કે પડતો મૂકાયો, તેને પોતે જ કર્યો ખુલાસો

લંકા સામે હાર્દિકને આરામ અપાયો કે પડતો મૂકાયો, તેને પોતે જ કર્યો ખુલાસો

 | 6:57 pm IST

શ્રીલંકા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં અગાઉ સામેલ કરાયા બાદ હાર્દિક પંડયાને આરામ અપાયો હતો જે અંતે ભ્રમની સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે હાર્દિક પંડયાએ આ અંગે કહ્યું કે, તે સંપૂર્ણ સ્વસ્થ ન હોવાને કારણે ટીમ મેનેજમેન્ટને જ આરામ આપે તે માટે આગ્રહ કર્યો હતો. જોકે, હાર્દિકને થાક અથવા ઇજાને કારણે આરામ અપાયો છે તેવું બીસીસીઆઈએ સ્પષ્ટ નહોતું કર્યું.

હાર્દિક પંડયાએ કહ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો હતો જેને કારણે મને નાની-મોટી ઇજા થઈ રહી હતી. આથી મેં આરામ માટે રજૂઆત કરી હતી. હું ભાગ્યશાળી છું કે, મને બ્રેક મળ્યો. બ્રેક દરમિયાન જિમમાં ટ્રેનિંગ કરીશ અને મારી ફિટનેસમાં સુધારો કરીશ. હું સાઉથ આફ્રિકા સામેની સિરીઝને લઈ રોમાંચિત છું. હાર્દિક પંડયા પોતાની ફિટનેસ અને સ્ટ્રેન્થને સુધારવા માટે એનસીએ જશે. હાર્દિકે આશા વ્યક્ત કરી છે કે, તે પોતાની ઓલરાઉન્ડ શ્રમતાને કારણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સારો દેખાવ કરશે.