Hardik Pandya share his old Picture on Social Media, goes Viral
  • Home
  • Sports
  • Cricket
  • એક સમયે ટ્રકમાં મુસાફરી કરી મેદાને પહોંચતો આ ગુજરાતી ખેલાડી, હવે છે ટીમ ઇન્ડિયાની ધડકન

એક સમયે ટ્રકમાં મુસાફરી કરી મેદાને પહોંચતો આ ગુજરાતી ખેલાડી, હવે છે ટીમ ઇન્ડિયાની ધડકન

 | 1:22 pm IST

 ક્રિકેટ ટીમમાં બેટ્સમેન અને બોલરની જેમ એક ઓલરાઉન્ડર ખેલાડીની પણ મહત્વની ભૂમિકા હોય છે. ઓલરાઉન્ડર પ્લેયર ટીમમાં જરૂરિયાત પ્રમાણે બેટ્સમેન અને બોલર બન્નેની ખોટને પૂરી કરે છે. ટીમ ઇન્ડિયામાં પણ એવો એક ઓલરાઉન્ડર ખેલાડી છે જે છેલ્લા ઘણા સમયથી પોતાના અદ્ભુત પ્રદર્શનથી સૌને પ્રભાવિત કરી રહ્યો છે.

આપણે વાત કરી રહ્યા છે ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાની, જે હાલ ભારતીય ક્રિકેટ ટીમનો પ્રમુખ ઓલરાઉન્ડર ખેલાડી બની ગયો છે. મેદાન પર તેની બેટિંગ તો શાનદાર હોય જ છે પરંતુ હાર્દિકે તેની જબરદસ્ત બોલિંગથી પણ પ્રશંસકોને પ્રભાવિત કર્યા છે. હાર્દિકની આ સફળતા પાછળ તેની વર્ષોની આકરી મહેનત છે. આપને જણાવી દઇએ કે હાર્દિકે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની એક જૂની એક તસવીર પોસ્ટ કરી છે. જે ટૂંક સમયમાં ઘણી વાયરલ થઈ છે.

View this post on Instagram

Chandigarh ✈️ 🇮🇳 #travelinstyle

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આ જૂની તસવીરમાં પંડ્યા એક ટ્રકમાં મુસાફરી કરતા દેખાઈ રહ્યો છે. ફોટો શેર કરી હાર્દિકે કેપ્શનમાં જૂના દિવસોને યાદ કરતા લખ્યું કે,‘તે સમય લોકલ મેચ રમવા માટે હું ટ્રકમાં સફર કરતો હતો અને એ પરિસ્થિતિઓથી મે ઘણું બધુ શીખ્યું છે. આ યાત્રા શાનદાર રહી છે.’ પંડ્યાની આ તસવીરે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ છે. આપને જણાવી દઈએ કે પંડ્યા હાલ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ રમવા ટીમ ઇન્ડિયામાં સામેલ છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પાણીની સમસ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન