Hardik Pandya Shares Lovely Picture of Natasha on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાએ નતાશાને ગુલાબ આપી કહ્યું- ‘મને બેસ્ટ ગિફ્ટ આપવા બદલ થેન્ક યૂ’

હાર્દિક પંડ્યાએ નતાશાને ગુલાબ આપી કહ્યું- ‘મને બેસ્ટ ગિફ્ટ આપવા બદલ થેન્ક યૂ’

 | 11:44 am IST

હાર્દિક પંડ્યા પિતા બનતાં જ તે ખુબ જ ખુશખુશાલ છે. 30 જુલાઈના રોજ નતાશા સ્ટૈનકોવિચે બાળકને જન્મ આપ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની પત્ની નતાશા સ્ટૈનકોવિચને થેન્ક યૂ કહેતાં એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં હાર્દિક પંડ્યા પુત્રની ગિફ્ટ આપવા બદલ પત્ની નતાશાનો આભાર માને છે.

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં તસવીર શેર કરતાં લખ્યું છે કે, મારા ગુલાબ માટે ગુલાબનાં ફૂલ, મને બેસ્ટ ગિફ્ટ આપવા બદલ આભાર. હાર્દિકે કરેલ આ પોસ્ટ ઉપર પત્ની નતાશાએ પણ પ્રતિક્રિયા આપી હતી. નતાશાએ કોમેન્ટમાં દિલવાળું ઈમોજી શેર કરીને લવ યુ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પિતા બન્યા બાદ હાર્દિકે 2 દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની પહેલી ઝલક શેર કરી હતી અને લખ્યું હતું કે, આ ભગવાનનો આશીર્વાદ છે. હાર્દિકે આ વર્ષે 1 જાન્યુઆરીએ નતાશાને દુબઈમાં પ્રપોઝ કર્યું હતું.

હવે જ્યારે હાર્દિકના ઘરમાં ખુશીઓનો માહોલ છે તો, હવે હાર્દિકની નજર આઈપીએલ પર હશે. આઈપીએલ 9 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુક્ત અરબ અમીરાતના 3 સ્ટેડિયમ- દુબઈ, શારજાહા અને અબુધાબીમાં રમાશે. હાર્દિક પંડ્યા આઈપીએલની ખોજ છે. અને તેણે આઇપીએલમાં 66 મેચ રમી છે અને 1068 રન બનાવ્યા છે. તેમજ કુલ 42 વિકેટ પણ લીધી છે. હાલ હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સનો ખુબ જ મહત્વપુર્ણ ખેલાડી છે.

આ વીડિયો પણ જુઓઃ રામ મંદિરમાં આજથી ભૂમિ પૂજન શરુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન