Hardik Pandya Talking About World Cup Pressure and His Journey
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિકે કહ્યું, “હું કોઈપણ પ્રકારનાં દબાવમાં નથી, ફક્ત વર્લ્ડ કપ મારા હાથમાં લેવા ઇચ્છુ છું”

હાર્દિકે કહ્યું, “હું કોઈપણ પ્રકારનાં દબાવમાં નથી, ફક્ત વર્લ્ડ કપ મારા હાથમાં લેવા ઇચ્છુ છું”

 | 6:51 pm IST

ભારતીય ટીમ પર અપેક્ષાઓનો ભારે બોજ છે, પરંતુ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એ કહીને બોજ ઓછો કરવાનો પ્રયત્ન કર્યો છે કે , “ફક્ત દોઢ અબજ લોકો જ વિશ્વ કપ જીતવાની આશા લગાવીને બેઠા છે. ભારતનાં વિશ્વ કપ અભિયાનમાં પંડ્યા સૌથી મોટો ખેલાડી બનીને સામે આવી રહ્યો છે. હાર્દિકે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોમાં કહ્યું છે કે, “કોઈપણ પ્રકારનો દબાવ નથી કારણ કે ફક્ત દોઢ અબજ લોકો જ આશા રાખીને બેઠા છે, આ કારણે કોઈ જ દબાવ નથી.”

હું ઇચ્છુ છું કે 14 જુલાઈનાં રોજ વિશ્વ કપ મારા હાથમાં હોય

હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેનું એકમાત્ર લક્ષ્ય વિશ્વ કપ જીતવાનું છે. તેણે કહ્યું કે, “હું ઇચ્છુ છું કે 14 જુલાઈનાં રોજ વિશ્વ કપ મારા હાથમાં હોય. હું બસ આ વિશે જ વિચારી રહ્યો છું. એટલા સુધી કે જ્યારે હું આ વિશે વિચારું છું ત્યારે પણ મને અજીબ ખુશી મળે છે. મારી યોજના ઘણી સરળ છે – વિશ્વ કપ જીતવો. હું તેની આશા કરું છું અને મારા પર આવી આશા રાખી રહ્યો છું.” હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “ભારત તરફથી રમવું મારા માટે બધું જ છે. આ મારી જિંદગી છે. હું એવો વ્યક્તિ છું જે આ રમતને પ્રેમ અને ઝનૂનથી રમે છે. મને પડકાર પસંદ છે. હું સાડા 3 વર્ષથી આની તૈયારી કરી રહ્યો છું અને હવે સમય આવી ગયો છે.”

મારા માટે બધું જ ‘બૉનસ’ જેવું છે

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “હું હંમેશા ખુશ રહુ છું. હું ખુશ રહેવાનું પસંદ કરું છું, ભલે મારી જિંદગીમાં કંઇપણ થાય. હું અને મારો ભાઈ વાત કરી રહ્યા હતા અને તેણે કહ્યું કે આપણે બંને ભાઈ હંમેશા ખુશી રહીએ છીએ.” હાર્દિકે કહ્યું કે, “કેમકે અમે જ્યાંથી આવીએ છીએ અમારા માટે દરેક ચીજ બૉનસ જેવી છે.” હાર્દિકે 2011 વર્લ્ડ કપની જીતને યાદ કરતા જણાવ્યું કે તેણે કેવી રીતે ભારતની જીતનો જશ્ન મનાવ્યો હતો. તેણે કહ્યું કે, “કેટલાક દિવસ પહેલા મારા એક મિત્રએ મને એ તસવીર મોકલી અને કહ્યું કે શું તને આ યાદ છે? મે કહ્યું હાં, બિલકુલ.”

2011 વર્લ્ડ કપ જીતને કરી યાદ

હાર્દિકે કહ્યું કે, “તેણે ભારતીય ટીમ 2011નો વિશ્વ કપ જીતી ત્યારે અમારી તસવીર ક્લિક કરી હતી. અમે ગલીમાં નીકળી આવ્યા હતા, કેમકે તહેવાર જેવો માહોલ હતો. મે એક રાતમાં આટલા બધા લોકોને બહાર નહોતા જોયા. આ જોઇને હું ભાવુક થઈ ગયો હતો. હું આઠ વર્ષ પછી વિશ્વ કપ 2019માં રમી રહ્યો છું. આ એક સપનુ હતુ અને ટીમનાં મારા સાથીઓ મારા ભાઈ જેવા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન