હાર્દિક પંડ્યા હવે ઓળખાશે આ નામથી, ટ્વિટર પર શેર થયું નામ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા હવે ઓળખાશે આ નામથી, ટ્વિટર પર શેર થયું નામ

હાર્દિક પંડ્યા હવે ઓળખાશે આ નામથી, ટ્વિટર પર શેર થયું નામ

 | 3:57 pm IST

હાર્દિક પાંડ્યા ખૂબ જ ઓછા સમય માટે ઈન્ટરનેશલન ક્રિકેટ કરિયરમાં ટીમ ઈન્ડિયાનો ખાસ સભ્ય બની ચૂક્યો છે. બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન ઉપરાંત હાર્દિક મેદાન અને મેદાનની બહાર પોતાના લુક માટે પણ જાણીતો છે. પોતાની બિન્દાસ શૈલીને કારણે યુવાનોનો સ્ટાઈલ આઈકન બની ગયો છે. શનિવારે પંડ્યાએ ટ્વિટર પર પોતાના નવા લુકની કેટલીક તસ્વીરો પોસ્ટ કરી. આ પોસ્ટને જલ્દી જ હજારોની સંખ્યાની લાઈક્સ પણ મળી. તો 1500થી વધારે લોકોએ તેને રિટ્વિટ કરી. જ્યાં કેટલાક લોકોએ પંડ્યાના આ નવા લુકને પસંદ કર્યો તો કેટલાકે તેના પર ખૂબ નિશાના સાધ્યા.

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા બે મેચોમાં હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં સ્થાન નથી મળ્યું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સતત ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાના કારણે પંસદગીકર્તાઓએ તેને આરામ આપ્યો છે.

BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે, હાલના વર્કલોડ અને ઈજાથી બચાવવા માટે તેને ટેસ્ટ સીરીઝ પહેલા આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં કંડીશનિંગ કેમ્પમાં ભાગ લેશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સીરીઝની પહેલી મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે.