Hardik Pandya to lose out on endorsement deals after controversial comments on Koffee with Karan
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યાને કોફી પીવી મોંઘી પડી, કમાણીની દુનિયામાં લાગ્યો જોરદાર ઝાટકો

હાર્દિક પંડ્યાને કોફી પીવી મોંઘી પડી, કમાણીની દુનિયામાં લાગ્યો જોરદાર ઝાટકો

 | 9:53 am IST

ટીવી શોમાં મહિલાઓ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારબાદ શેવિંગ રેઝર જિલેટ માક3 એ પોતાને પંડ્યાથી અલગ કરી દીધા.

ટીવી શોમાં મહિલાઓ પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને રાહુલને સસ્પેન્ડ કરી દીધા છે. તેના લીધે તેમને ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં અધવચ્ચેથી પાછા બોલાવી લીધા. પરંતુ તેમની મુશ્કેલીઓ અહીં ખત્મ થતી નથી. હવે રમતની સાથો સાથ બંનેની માર્કેટમાં બનેલી ઇમેજ પણ ખરાબ થવા લાગી છે. તેના લીધે તેમને જાહેરાત આપતી કંપનીઓએ પણ પોતાના હાથ ખેંચવાનું શરૂ કરી દીધું છે.

પંડ્યાને સૌથી પહેલા ઝાટકો શેવિંગ રેઝર જિલેટ માક3 એ આપ્યો છે. વિવાદને વધતો જોતા બ્રાન્ડે પોતાને પંડ્યાથી અલગ કરી દીધા છે. તેમના પ્રવકતા એ કહ્યું કે હાર્દિકની તાજેતરની કોમેન્ટ સાથે કંપનીનું કોઇ જોડાણ નથી. તેઓ અમારા મૂલ્યોને દર્શાવતા નથી. આગળના કોઇપણ આદેશ સુધી અમે હાર્દિકને અમારાથી અલગ કરીએ છીએ.

આપને જણાવી દઇએ કે પંડ્યા હાલ અંદાજે 7 બ્રાન્ડસ સાથે જોડાયેલો છે. જ્યારે રાહુલ જર્મન સ્પોર્ટ્સવિયર બ્રાન્ડ પૂમા અને ફિટનેસ સ્ટાર્ટઅપ ક્યોરફિટની જાહેરાત કરે છે. બંને સાથે જોડાયેલ બાકી બ્રાન્ડસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. પરંતુ આવનારા સમયમાં તેઓ પણ એકશન લેતા દેખાઇ શકે છે.

સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યુ સાથે જોડાયેલ રિપોર્ટ રજૂ કરનાર ડફ એન્ડ ફેલ્પ્સ કંપનીના એમડી અવરિલ જૈને અગ્રણી મીડિયા સાથે વાત કરાતં કહ્યું કે વિવાદ બાદ બ્રાન્ડસે પોતાને અલગ કરવું સામાન્ય છે. અહીં તેમણે અભિનેતા આમિર ખાન અને ગોલ્ફર ટાઇગર વુડસનું ઉદાહરણ આપ્યું હતું, જેમના વિવાદ સાથે નામ જોડાતા જાહેરાત આપતી કંપનીઓએ પોતાના હાથ ખેંચી લીધા હતા.

આપને જણાવી દઇએ કે જાહેરાત કરી રહેલ સેલિબ્રિટીઝમાં મોટી સંખ્યા ક્રિકેટર્સની છે. તેનું સૌથી મોટું ઉદાહરણ વિરાટ કોહલી છે જે બ્રાન્ડ વેલ્યુની બાબતમાં છેલ્લાં બે વર્ષથી સતત પહેલાં નંબર પર યથાવત છે. આ મુકામ તેમને દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર જેવા નામોને પછાડીને મેળવ્યા છે. ડફ એન્ડ ફેલ્પ્સની પાવરફુલ સેલિબ્રિટી બ્રાન્ડ લિસ્ટમાં કોહલીની બ્રાન્ડ વેલ્યુ 170.9 મિલિયન ડોલર (અંદાજે 11.93 અબજ રૂપિયા) છે. જે ગયા વર્ષની સરખામણીમાં 18 ટકા વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન