Hardik Pandya took a quick catch by making an air dive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હાર્દિક પંડ્યાએ સ્પાઈડર મેનની જેમ હવામાં ડાઈવ લગાવીને ઝડપી લીધો શાનદાર કેચ, જુઓ આ Video

હાર્દિક પંડ્યાએ સ્પાઈડર મેનની જેમ હવામાં ડાઈવ લગાવીને ઝડપી લીધો શાનદાર કેચ, જુઓ આ Video

 | 6:07 pm IST
  • Share

ભારતીય ટીમ (Indian Team) ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) જ્યારે મેદાનમાં હોય છે તેમની રમત જોવા લાયક હોય છે. તે પોતાના એકલાના દમ ઉપર ભારતીય ટીમને ઘણી મેચમાં જીત અપાવી ચૂક્યો છે. ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં તક ન મળવાના કારણે ચાહકો તેમની રમત નથી જોઈ શકતા. તેણે ભારતીય ટીમની પ્રેક્ટિસ સેશનમાં એવો ચેક પકડ્યો છે કે જોનારાના રૂંવાટા ઉભા થઈ જાય. હવા ડાઈવ લગાવીને હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ બાઉન્ડ્રી પાસે શાનદાર કેચ ઝડપ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં ઈંગ્લેન્ડ (England) સામે ચોથી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી. જેમાં હાર્દિક પંડ્યા(Hardik Pandya)એ હવા ડાઈવ લગાવીને જોરદાર કેચ ઝડપી લીધ  હતો. જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈંગ્લેન્ડની વિરૂદ્ધ ટેસ્ટ, વન-ડે અને ટી-20 માટે ટીમનો ભાગ છે. જો કે ટેસ્ટ સિરીઝમાં હજુ સુધી તેને રમવાની તક મળી નથી. હાર્દિકે છેલ્લી ટેસ્ટ 2018માં ઈંગ્લેન્ડની સામે રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન