Hardik Pandya Will Become Father, Natasha Shares Good News on Insta
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા લગ્ન પહેલાં જ બનવાનો છે પિતા, નતાશાએ આપી ખુશખબરી

હાર્દિક પંડ્યા લગ્ન પહેલાં જ બનવાનો છે પિતા, નતાશાએ આપી ખુશખબરી

 | 7:08 pm IST

વડોદરાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાના ઘરે પારણું બંધાયું છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને તેની જાણકારી આપી છે. હાર્દિક પંડ્યા લગ્ન પહેલાં જ પિતા બનશે. તેની નતાશા સાથે સગાઈ જ થયેલી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020ના પહેલાં દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી સૌને ચોંકાવી દીધા હતા.

નતાશાએ આજે ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં નતાશા હાર્દિકની સામે જોઈ રહી છે. અને હાર્દિક તેનાં પેટ પર હાથ રાખીને ઉભો છે. ફોટો શેર કરતાં નતાશાએ કેપ્શન લખ્યું છે કે, હાર્દિક અને મેં અત્યાર સુધી અને હાલ પણ ઘણી યાદગાર સફર ખેડી છે. અને તે ફક્ત સારી જ થઈ રહેશે. અને ટૂંક સમયમાં જ નવા મહેમાનનું આગમન કરવા માટે અમે બંને ખુબ જ રોમાંચિત છીએ. અમે બંને જીવનના આ નવા પડાવને લઈ સુપર એક્સાઈટેડ છીએ. અને અમે તમારા આશીર્વાદ માગીએ છીએ.

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્ષ 2020ના પ્રથમ દિવસે જ ખુશખબરી આપી હતી. હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટાંકોવિચ સાથે સગાઈ કરી લીધી હતી. લોકડાઉનના સમયમાં હાર્દિક અને નતાશા પરિવાર સાથે રહેતાં હતા. હવે હાર્દિક પંડ્યની આ ખુશીથી પરિવારમાં ખુશીનું મોજું ફેલાઈ ગયું છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન