hardik-patel-allegation-on-gujarat-government- viral video
  • Home
  • Videos
  • 50 લાખની ઓફરવાળા હાર્દિકના નિવેદન પર ઉદ્યોગપતિએ કર્યો મોટો ખુલાસો, જુઓ Video

50 લાખની ઓફરવાળા હાર્દિકના નિવેદન પર ઉદ્યોગપતિએ કર્યો મોટો ખુલાસો, જુઓ Video

 | 2:22 pm IST

ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દુષિત પાણી મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા આજે જળસમાધિ લે તે પહેલા જ તેમની અને હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત બાદ હાર્દિક પટેલે સરકાર પર અનેક આક્ષેપ લગાવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું કે, આ કાર્યક્રમ ન કરવા માટે મને રૂ. 50 લાખની ઓફર થઈ હતી. પરંતુ હાલ આ મુદ્દે મોટો ખુલાસો થયો છે. આજે જેતપુરમાં ડાઈગ ઉઘોગના શ્રમિકોની રેલીમાં શહેરના એક જાણીતા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને 50 લાખની ઓફર કરાઈ તે વાત સાવ ખોટી છે. ભાજપના કોઈ નેતા દ્વારા આવી કોઈ ઓફર કરવામાં આવી જ નથી.