નારાજ નીતિન પટેલને હાર્દિક અને લાલજી પટેલની ખુલ્લી ઓફર - Sandesh
NIFTY 10,401.10 -51.20  |  SENSEX 33,843.07 +-167.69  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નારાજ નીતિન પટેલને હાર્દિક અને લાલજી પટેલની ખુલ્લી ઓફર

નારાજ નીતિન પટેલને હાર્દિક અને લાલજી પટેલની ખુલ્લી ઓફર

 | 4:28 pm IST

રાજ્યના ડે. સીએમ નીતિન પટેલની નારાજગીના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આ અંગે એક પછી એક નેતાઓ પોતાના નિવેદનો આપી રહ્યા છે. તેવામાં હાર્દિક પટેલે પણ મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જો નીતિનભાઈને ભાજપમાં માન ન મળતું હોય તો તેમની સાથે જોડાય જાય. તેણે વધુમાં એમ પણ ઉમેર્યું હતુ કે નીતિનભાઈ 10 ધારાસભ્યો સાથે રાજીનામું આપે તો તે કોંગ્રેસને રજૂઆત કરશે અને રાજ્યમાં સુશાસન માટે લડત કરશું.

હાર્દિક પટેલની ખુલ્લી ઓફર બાદ બપોરના સમયે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ 100થી વધુ સમર્થકો સાથે નીતિન પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી લાલજી પટેલે મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે નીતિન પટેલને અગાઉ પણ સીએણ પદથી વંચિત રાખવામાં આવ્યા હતા. તે સમયે પણ તેમણે કોઈ ફરિયાદ કરી ન હતી ત્યારે હવે ભાજપે દુ:ખ થાય તેવું કામ કર્યું છે. આ નિર્ણયથી રાજ્યની પ્રજામાં પણ રોષ ફેલાશે. આ તકે લાલજી પટેલે 1 જાન્યુઆરી 2018ના રોજ મહેસાણા બંધનું એલાન નીતિન પટેલના સમર્થનમાં કર્યું છે. તેમણે આ બંધમાં દરેક સમાજના લોકો જોડાય તેવી વાત કરી ઉમેર્યું હતુ કે લાખો લોકો નીતિન પટેલની સાથે જોડાશે અને જો તેમની સાથે ખોટું થશે તો તેનું પરિણામ ભાજપને ભોગવવું પડશે. લાલજી પટેલે તેના નિવેદનના અંતે જણાવ્યું હતુ કે નીતિન પટેલે ભાજપને વિપરિત પરિસ્થિતીઓમાં પણ જીત અપાવી છે તો હવે તેમને પક્ષમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ત્યારે ભાજપમાં હલચલ વધી ગઈ છે. આ અંગે જાણવા મળ્યાનુસાર આ મામલે નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. સોમવારે કમલમ્ ખાતે ખાસ બેઠક યોજાશે અને તેમાં આ મુદ્દાના સમાધાન માટે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં હાઈકમાન્ડે નેતાઓને હાજર રહેવા માટે પણ સુચના આપી દીધી છે.