Hardik Patel demand for casting a by-election from Dhrangadhra seat
  • Home
  • Election 2019
  • ‘બકરું કાઢતા ઉંટ પેઠું’, હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાતા જ નેતાઓનું નાક દબાવ્યુ!

‘બકરું કાઢતા ઉંટ પેઠું’, હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાતા જ નેતાઓનું નાક દબાવ્યુ!

 | 1:10 pm IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હાલ ગુજરાતની રાજનીતિ પણ ચરમસીમાએ છે. કોંગ્રેસના અડધા ડઝનથી પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. બીજી બાજુ પાસના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ ઝાલીને સીધી રીતે રાજનીતિમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હાર્દિકને લઇને હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા જ પોતાની મસમોટી માંગણીઓ મૂકવા લાગ્યા છે. એટલે કે કોંગ્રેસનું નાક દબાવવા લાગ્યો છે. હાર્દિક પટેલે હાલ કોંગ્રેસ પાસે પાસની નેતા ગીતાબેન પટેલ માટે ધાંગ્રાધા વિધાનસભાની સીટની ટિકીટ માંગી છે.

હાર્દિક પટેલની આ માંગને લઇને કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસમાં અંદરોઅંદર ચર્ચા વિચારણા અને મીટિંગોનો ધમધમાટ શરૂ થયો છે. પક્ષમાં જોડાતાની સાથે જ હાર્દિક પટેલે કોંગ્રેસ પર દબાણ શરૂ કરી દીધું છે. તેમને આજે પાસ આગેવાન ગીતા પટેલને પેટાચૂંટણી લડાવવાની માગ કોંગ્રેસને કરી છે. હાર્દિકે ધ્રાંગધ્રા બેઠક પરથી પેટાચૂંટણી લડાવવા હાર્દિકે માંગણી કરી છે. તેને લઇને હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચર્ચા-વિચારણાંમાં મૂકાઇ ગયા છે.

તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા ધ્રાંગધ્રાની સીટ પરથી કોંગ્રેસના નેતા પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું. અને તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે લોકસભાની સાથે ગુજરાતમાં ખાલી પડેલી ચાર વિધાનસભાની સીટો માટેનું મતદાન પણ સાથે કરાવવાની જાહેરાત કરી હતી. ધ્રાંગધ્રાની સીટને લઇને કોંગ્રેસમાં પાછો ડખો પેઠો હોય તેવું કહીએ તો કંઇ ખોટું નથી.

હાર્દિક પટેલની સાથે વધુ એક આંદોલનકારી રાજકારણના રંગે રંગાય તેવી શક્યતા પુરેપુરી દેખાઇ રહી છે. બીજી બાજુ હાર્દિકની ચૂંટણી લડવાની ઇચ્છા પર કોર્ટનો નિર્ણય મુશ્કેલીમાં મૂકે તેવો છે. એટલા માટે હાલ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે, જો હાર્દિકને કારણે કોંગ્રેસમાં ડખા થયા તો તેનો સીધો લાભ ભાજપને થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન