Hardik Patel did not take up the job of Gujarat's Lok Sabha elections
  • Home
  • Ahmedabad
  • ગુજરાત લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલની ડંફાસો કામે ના લાગી, જાણો તેને શું કહ્યું હતું?

ગુજરાત લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલની ડંફાસો કામે ના લાગી, જાણો તેને શું કહ્યું હતું?

 | 11:50 am IST

હાર્દિક પટેલે એવી ડંફાસો મારી હતી કે, ભાજપે મને એક બેઠક ઉપર લડવા ના દીધો પરંતુ હવે હું ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર ભાજપને નડીશ. કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતાર્યો હતો અને ખાસ હેલિકોપ્ટર ફાળવ્યું હતું.

જોકે હેલિકોપ્ટરનો ખર્ચો કોંગ્રેસને માથે પડયો છે. હાર્દિકે અમદાવાદ પૂર્વ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ગાંધીનગર, સુરત, અમરેલી, પંચમહાલ સહિતની લોકસભા બેઠકો ઉપર 20 કરતાં વધુ સભાઓ ગજવી હતી, ઉપરાંત અન્ય નાની મોટી મિટિંગો યોજી હતી.

હાર્દિકની અમદાવાદના નિકોલની સભામાં ડખો થયો હતો અને બે જૂથ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. તો અન્ય એક સભામાં હાર્દિકને તમાચો પડયો હતો. એકંદરે વિવાદમાં રહેલા હાર્દિકનું ભાષણ લોકોને ગળે ઊતર્યું નથી, ભલે ભીડ એકઠી કરી હોય પરંતુ તેને મતમાં પરિવર્તિત કરી શકાયું નથી તે હકીકત છે.

મહત્ત્વનું છે કે, કોંગ્રેસે ક્રિકેટર નવજોત સિધ્ધુ, શત્રુધ્નસિંહા, અમીષા પટેલ વગેરેને ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતાર્યા હતા પણ તેનાથી કોઈ ખાસ ફેર પડયો નથી. મોટા ભાગના અન્ય સ્ટાર પ્રચારકો તો ફરક્યા પણ નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન