today hardik-patel-fast-over-after-19-days-after-government
  • Home
  • Ahmedabad
  • પારણાં કર્યા બાદ હાર્દિક પટેલનો હૂંકાર, ‘હું ઘોડો છું, સરકાર સામે ઝુકીશ નહીં’

પારણાં કર્યા બાદ હાર્દિક પટેલનો હૂંકાર, ‘હું ઘોડો છું, સરકાર સામે ઝુકીશ નહીં’

 | 3:00 pm IST

હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી પોતાની ત્રણ મુખ્ય માંગને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલના પારણાંમાં ખોડલધામના નરેશ પટેલ અને ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદુ પાણી, લીંબુ પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા.

આ પણ વાંચો : નીતિન પટેલના હાર્દિક પર ચાબખા, ‘ગુજરાત સાથે લેવા-દેવા નથી તેમના હાથે પાણી કેમ પીધું’

હાર્દિક પટેલે 19 દિવસના આમરમાંત ઉપવાસ તોડ્યા બાદ પોતાનું નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે, આ સરકાર સામે મૂંગા રહેવું કરતા દેશદ્રોહી રહેવું સારું. આ સાથે તેને રાજ્યમાં બેઠેલા તમામા આંદોલનકારીઓને પારણાં કરી લેવા આદેશ આપ્યો હતો. હાર્દિકે તમામે તમામ 6 સંસ્થાઓના અગ્રણીઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે, તમે જેલમાં બંધ લોકોને છોડાવજો, તમે તેમના માટે જેટલું થાય તેટલું કરજો. મેં પારણા કરી લીધા છે. હું ઘોડો છું કદી થાકીશ નહીં.

હાર્દિકે વધુમાં કહ્યું કે, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું. પહેલા ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા.

આ પણ વાંચો : હાર્દિકના પારણાની જાહેરાત થયા બાદ સી.કે પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

હાર્દિક પટેલના પારણામાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે સમાજના અગ્રણીઓની વાત માનીને સારું કર્યું છે. હાર્દિક હશે તો બધું થશે. હાર્દિક પટેલને પારણા કરાવવા નરેશ પટેલ સહિત 6 સંસ્થાઓના અગ્રણીઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તમામ પાટીદાર અગ્રણીઓ અને હાર્દિકે અનામત આંદોલનની સફેદ ટોપી ધારણ કરી દીધી છે. આ સિવાય સ્ટેજ પર ખોડલધામના નરેશ પટેલ, સીકે પટેલ, મગન પટેલ, રવજી પટેલ, રમેશ પટેલ, રોહિત પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ પહોંચી ગયા છે. સ્ટેજ પર અગ્રણીઓએ જય પાટીદાર, જય સરદારના નારા લગાવી સંબોધનની શરૂઆત કરી હતી.

અગાઉ હાલ પાસ કન્વિનર મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે. હાલ હાર્દિક પટેલને પારણા કરાવવા હાલ ગ્રીનવુડ રિસોર્ટમાં પાટીદાર અગ્રણીઓ, પાસના કન્વિનરો, સમાજની બે ધાર્મિક સંસ્થાઓના વડાઓનો તેના ઘરે જમાવડો શરૂ થઈ ગયો છે. હાર્દિકને ઉપવાસ તોડાવવા તમામ કન્વિનરોને બોલાવી લેવામાં આવ્યા છે.