Hardik Patel had betrayed heavy with society, man slapped jhinkyo public meeting
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલને સમાજ સાથે ગદ્દારી ભારે પડી, જાહેર સભામાં યુવકે લાફો ઝીંક્યો

હાર્દિક પટેલને સમાજ સાથે ગદ્દારી ભારે પડી, જાહેર સભામાં યુવકે લાફો ઝીંક્યો

 | 11:21 am IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના હાર્દિક પટેલને સમાજ સાથે ગદ્દારી કરવાનું ભારે પડી રહ્યું છે. હાલ મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરમાં આજે એક સભામાં યુવકે હાર્દિક પટેલને સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. સમાજ સાથે હાર્દિક પટેલે ગદ્દારી કરતા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. આજે સુરેન્દ્રનગરના વઢવાણના બદલાણામાં એક જાહેરસભા હતી. ત્યારે આ ઘટના બની હતી.

આ ઘટના બાદ હાર્દિક પટેલે ભાજપ પર હળહળતા પ્રહારો કર્યો હતા. અને સીધો પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ કરવા માટે પહોંચ્યો હતો.

જેવું કરશો તેવું જ ભરશો. હાર્દિક પટેલે પોતાના સમાજ સાથે જે કર્યું છે. તે મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે પોતાના સમાજના યુવાનોનો પોતાના સમાજના નામનો જ્યારે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ફળ ભોગવવાનો વારો હાર્દિકને આવી રહ્યો છે. કારણ કે કોંગ્રેસે જેને સ્ટાર પ્રચારક બનાવ્યો છે હવે તે ઠેર-ઠેર કોંગ્રેસનો પ્રચાર કરવા જઈ રહ્યો છે.

હાલ હાર્દિકને ઘણા ટોણા સાંભળવા પડે છે. તો ક્યારેક તેને લાફો ખાવાનો પર વારો આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સમાજ સાથે ગદ્દારી કરી અને તેમ છતા તે જ્યારે  સુરેન્દ્રનગરના વઢવાણમાં સભા કરવા પહોંચ્યો. ત્યારે તે સભામાં 14 યુવાનોને યાદ કરી રહ્યો હતો. 2015માં જ્યારે સમગ્ર પાટીદાર આંદોલન થયુ હતુ અને જે 14 યુવાનોને આ જ ગદ્દારના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

હાર્દિક તેના મુખે ન્યાયની વાત કરી રહ્યો હતો. હાર્દિકે પોતાની મહત્વકાંક્ષા પુરી કરવા માટે પોતાના સમાજનો ઉપયોગ કર્યો છે પરંતુ તેણે તે યુવાનોને પણ છેતર્યાં છે. જે હાર્દિક સાથે પોતાના સમાજ માટે આગળ આવ્યા હતા. હાર્દિકની મહત્વકાંક્ષા તો પુર્ણ થઈ ગઈ અને વાત કરે છે તે મૃતક યુવાનોના પરિવારને ન્યાય અપાવવાની પરંતુ કહેવાય છે કે જે નિર્દોષ માણસ હોય છે તે ગદ્દારને ઓળખી જ જતા હોય છે. અને આ જ ભોગવવું પડ્યું.

હાર્દિક જે14 યુવાનોના ન્યાયની વાત કરી રહ્યો હતો, પોતાના સમાજની ખોખલી વાતો કરી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો અને તેણે લાફો માર્યો કેમકે તે ઘણા દિવસોથી આક્રોશિત હતો.

તમને જણાવી દઇએ કે, ગઈકાલે પંચમહાલના મહિસાગરમાં પણ હાર્દિકને લઇને એક વિવાદ સામે આવ્યો હતો. એક જમીન માલિકે હાર્દિક પટેલના હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી આપી નહોતી, જેના કારણે તેને બાયરોડ આવવાની ફરજ પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન