Mehsana: Hardik Patel join Congress than SPG Lalji Patel Angry
  • Home
  • Ahmedabad
  • સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના આકરા પ્રહાર, જાણો શું કહ્યું?

 | 3:52 pm IST

આગામી લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ ચાલુ થઇ ગયો છે, ત્યારે કૉંગ્રેસ પોતાના સૌથી શક્તિશાળી ફોરમ CWCની બેઠક ગુજરાતમાં યોજી છે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ લગભગ 58 વર્ષ બાદ CWCની બેઠક ગુજરાતમાં યોજી છે. અમદાવાદ ખાતે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહિતનાં દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતાં. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દીક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે અને કહ્યું છે કે, આગામી લોકભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલ સીટ પરથી લડશે.

આ દરમિયાન હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે,પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, મહાત્મા ગાંધી, જેવા લોકો કે જેમણે આ દેશ માટે કામ કર્યું છે તે પાર્ટીમાં આજે હું જોડાવા જઈ રહ્યો છું. અમે બધા સાથે મળીને દેશને મજબૂત બનાવવા માટે કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીને દરેક ગામે આ વિચારધારાને પહોંચાડીશું. આજે હું અધિકારી રીતે કોંગ્રેસમાં જોડાઈશ.

આ પ્રસંગે સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના પ્રહાર કર્યા છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર લોકોએ હાર્દિકને સમાજના મુદ્દે પ્રેમ કર્યો હતો. સમાજને પૂછ્યા વગર અને સાથે રાખ્યા વગર હાર્દિકે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. હવે હાર્દિકમાં તાકાત હોય તો 5 હજાર પાટીદાર ભેગા કરી બતાવે. હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન