હાર્દિક પટેલ 4 દિવસમાં સાબિત કરે કે આ વીડિયો ખોટો : અશ્વિન સાંકડાશેરિયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલ 4 દિવસમાં સાબિત કરે કે આ વીડિયો ખોટો : અશ્વિન સાંકડાશેરિયા

હાર્દિક પટેલ 4 દિવસમાં સાબિત કરે કે આ વીડિયો ખોટો : અશ્વિન સાંકડાશેરિયા

 | 10:33 pm IST

પાટીદાર આરક્ષણ સમિતીના રાષ્ટ્રીય સંયોજકની હાર્દિક પટેલને ખુલ્લો પડકાર ફેંકી કહ્યું હતું કે જો 4 દિવસમાં હાર્દિક પટેલ આ સાબિત નહિં કરે તો પાસ ક્ન્વીનરોના કાચાચિઠ્ઠા ખોલીશ.

”યુ-ટયુબથી બહાર આવેલા વિડિયો ખોટો હોય તો હાર્દિક પટેલ ચાર દિવસમાં સાબિત કરે નહીંતર પાસના સુરત- મોરબી સહિતના અનેક કન્વીનરોએ મહિલાઓના કરેલા શોષણના કાચાચિઠ્ઠા ખોલીશ” આ ચિમકી આપતા અશ્વિન સાંકડાશેરિયાએ પાટીદાર સમાજ હોટલના રૃમમાંથી બહાર આવેલા ચારિત્ર્યહિન હાર્દિક પટેલને બારણાથી જ જાકારો આપે એમ કહ્યુ હતુ.
દિલ્હીમાં વર્ષ 2012થી પાટીદારો માટે અનામતઅભિયાન ચલાવી રહ્યા હોવાનું જણાવતા અશ્વિન સાંકડાશેરિયાએ કહ્યુ કે, હું એટલા માટે અત્યાર સુધી ચૂપ હતો કેમ કે આંદોલનથી સમાજનું કંઈ ભલુ થતુ હતુ. દેશમાં પહેલીવાર ગુજરાતમાં સરકારે સર્વણ આયોગ આપ્યુ. અનામત માટે પણ ન્યાયિક ઉકેલની પ્રક્રિયા ચાલી રહી છે. આમ છતાંયે તેના નામે ખુલ્લેઆમ રાજકારણ થતા મારે બહાર આવવુ પડયુ છે. હાર્દિક ચારિત્ર્યનો ચોખ્ખો નથી એવું હું પહેલાથી જ કહી રહ્યો છું. તે કોઈ યુવતી સાથે મસુરી ગયો હતો એના મારી પાસે પુરાવા પણ છે. આજે યુ-ટયુબ પર જે વિડિયો વાઈરલ થયો તે ક્યાંનો છે તે હું નથી જાણતો પણ જો એ ચોખ્ખો હોય તો 98 કલાકમાં સાબિત કરે નહીંતર મારી પાસે પાસના મોરબી- સુરત કન્વીનરોએ મહિલાઓ સાથે કરેલા શોષણના પુરાવા છે તે જાહેર કરીશ.

મુળ ગુજરાતના અશ્વિન સાંકડાશેરિયા દિલ્હીમાં રહે છે અને ત્યાં પાટીદાર આરક્ષણ સમિતીના રાષ્ટ્રીય સંયોજક છે. મે-2015માં હાર્દિક અને એક યુવતી માટે તેમણે મસૂરીમાં હોટલની વ્યવસ્થા કરી આપ્યાનો થોડાક સમય પુર્વે ધડાકો કર્યો હતો. સોમવારે બપોરે યુ-ટયુબ ઉપર ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ નામના એકાઉન્ટમાંથી બે વિડિયો અપલોડ થયા બાદ અશ્વિન સાંકડાશેરિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જો કે, આ વિડિયો સાથે પોતાને કોઈ જ સબંધ ન હોવાનું કહેતા આ ઘટનાક્રમને ચૂંટણી સાથે કોઈ નિસબત ન હોવાનુ પણ કહ્યુ હતું.

સાંકડાશેરીયાના આક્ષેપો
૧. મસુરીના હોટલના રજિસ્ટર, કોલડિટેઈલ્સ, લોકેશન જાહેર કરે
૨. શહિદોનો વિડિયો વાઈરલ કરે છે તો પોતાનો ચહેરો પણ દેખાડે
૩. અમે નહી, આજના વિડિયો હાર્દિકના અંગત માણસે જાહેર કર્યો
૪. સીડી રિલેટેડ પિડિત મહિલા સાથે વાતચીતના પુરાવા મારી પાસે
૫. અનામતને નામે હાર્દિકે સમાજની દિકરીઓનું જ શોષણ કર્યુ છે