hardik-patel-reaction-on-alpesh-thakor-on-matter-of-salp
  • Home
  • Ahmedabad
  • હાર્દિકનો અલ્પેશ પર વળતો પ્રહાર, કહ્યું- ‘પરપ્રાંતિયો વખતે કરેલો વાણીવિલાસ ભૂલી ગયા?’

હાર્દિકનો અલ્પેશ પર વળતો પ્રહાર, કહ્યું- ‘પરપ્રાંતિયો વખતે કરેલો વાણીવિલાસ ભૂલી ગયા?’

 | 2:40 pm IST

આજે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ગીતા પટેલ માટે દહેગામમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતાં. જ્યાં તેમણે ભાજપ વિરોધી નિવેદનો પણ આપ્યાં અને કોંગ્રેસનો છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને પણ આડે હાથે લીધા હતાં. હાર્દિકે શુક્રવારે બનેલી ઘટના વિશે જણાવ્યું કે, ગઇકાલે જે ઘટના બની તે અંગે સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ઘણો રોષ છે.

ચૂંટણી પ્રચારમાં ગુજરાતનાં લોકોએ મને ઉત્સાહ આપ્યો છે. કોંગ્રેસની સભાઓને રોકવા માટે ભાજપ ઘણાં પ્રયત્નો કરે છે.’ હાલ હાર્દિક પટેલે ગઇકાલે અલ્પેશ ઠાકોરે આપેલા નિવેદનનો જવાબ આપ્યો હતો. અલ્પેશે હાર્દિક પટેલને સમાજના 14 યુવાનો શહીદ થયા તે માટે હાર્દિકને જવાબદાર ગણાવ્યો હતો.

અલ્પેશનાં આ હુમલા પર હાર્દિકે જવાબ આપ્યો કે, ‘ પરપ્રાંતીયો વખતે તેમણે જે વાણી વિલાસ કર્યો હતો તે ભૂલી ગયા લાગે છે.’

હાર્દિક પર થયેલા થપ્પડકાંડ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ હુમલાને હું વખોડું છું, ત્યારબાદ યુવકને માર મરાયો તેને પણ હું વખોડું છું. આ એક નિમ્ન કક્ષાની રાજનીતિ થઇ રહી છે. આ ઘટનાની તટસ્થ તપાસ થવી જોઇએ. પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા

ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી, બસો સળગી, શહેરનું જનજીવન ખોરવાયું. આ હીંસામાં 14 લોકોના મોત થયા તે માટે પણ હાર્દિક પટેલ જ જવાબદાર છે. વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હાર્દિક પટેલ પોતાના કરેલા આજે ભોગવી રહ્યો છે.

મહત્વનું છે કે ગઇકાલે એટલે શુક્રવારે વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે જાહેર મંચ પર એક શખ્સ દ્વારા હાર્દિક પટેલને કોઈ કારણોસર લાફો ઝીંકી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને આ બનાવ બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસમથકે લાફા ઝીંકનાર શખ્સ સામે લેખીત ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન