hardik patel says cm rupani and home minister give a free hand rathod to end strike at ahmedabad
  • Home
  • Ahmedabad
  • DCP જયપાલસિંહ રાઠોડ પાસના કાર્યકરોને મા-બહેનની ગાળો આપે છેઃ હાર્દિક

DCP જયપાલસિંહ રાઠોડ પાસના કાર્યકરોને મા-બહેનની ગાળો આપે છેઃ હાર્દિક

 | 3:31 pm IST

હાર્દિક પટેલના ઉપવાસના 18માં દિવસે નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ દ્વારા પારણાં કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમજ હાર્દિકને પારણા કરાવવા માટે પાટીદારોની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ સક્રિય થયા છે. બીજી તરફ હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેના ઘર બહાર સુરક્ષામાં તહેનાત ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

હાર્દિકે લખ્યું છે કે ડીસીપી રાઠોડ બીજેપી પ્રમુખ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે આ બધું કરી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે 9 સપ્ટેમ્બરના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ એસ.જી.વી.પી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન હાર્દિકે ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ મુક્યો હતો.ત્યાર બાદ આજે હાર્દિકે ટ્વિટ કરી ડીસીપી રાઠોડને નિશાન બનાવી સીધો આક્ષેપ કર્યો કે, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાઠોડને ગમે તે હદ સુધી જવાની છૂટ આપી છે.

અમારા આંદોલનકારીઓને મા-બહેનની ગાળો આપવામાં આવી રહી છે. જેના કારણે રાઠોડ ઉપવાસ આંદોલન તોડવા અને રોકવાના પ્રયાસો કરી રહ્યા છે.

હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, “ઉપવાસ આંદોલન તોડવા માટે અમિત શાહના આદેશ પર ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ડીસીપી રાઠોડને મને મારવાનું તેમજ મારા સાથીઓને ધમકાવવાનું કામ સોંપ્યું છે.