હાર્દિક પટેલનો કથિત વીડિયો વાયરલ, રૂમમાં યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • હાર્દિક પટેલનો કથિત વીડિયો વાયરલ, રૂમમાં યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયો

હાર્દિક પટેલનો કથિત વીડિયો વાયરલ, રૂમમાં યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયો

 | 3:17 pm IST

હાર્દિક પટેલનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાય રહ્યો છે. પરંતુ હાલ આ વીડિયોની પુષ્ટિ થતી નથી.

હાર્દિક પટેલે આ મામલે કહ્યું કે. મેં પહેલા પણ કહ્યું હતું કે સેક્સ ક્લિપ પણ બહાર આવશે. મને આવી આશંકા પહેલેથી જ હતી. ગંદી રાજનીતિની આ તો શરૂઆત થઈ છે. જેને વીડિયો આપ્યો છે તે હવે ભાજપમાં જોડાયા છે.બેંગકોકથી આવા વીડિયો બનાવવામાં આવે છે. આવા આરોપો વારંવાર લાગવાના છે. મને કોઈનો ડર નથી.

ગુજરાતમાં અનામતનું આંદોલન શરૂ થયું ન હતું ત્યારે હાર્દિક એસપીજીમાં સોશિયલ મીડિયાનુ નેટવર્કિંગ સંભાળતો હતો. એ વખતે જ તેણે લગ્ન કરી લીધા છે અને મસૂરીની હોટેલમાં હનીમૂન મનાવવા પણ ગયો છે તેવો ગંભીર આક્ષેપ અશ્વિન સાંકડાશેરિયાએ કર્યો હતો. ઓબીસી રિઝર્વેશન માટે અશ્વિન સાંકડાશેરિયા સહિતના પાટીદારોની ટીમ દિલ્હીમાં વર્ષોથી કાયદાકીય લડત લડી રહી છે. દિલ્હીમાં તેમણે નિવેદન આપતા કહ્યું કે, અનામતની બાબતો સમજવા માટે એસપીજીના લાલજી પટેલે હાર્દિકને મારી પાસે મોકલ્યો હતો. મે- 2015માં હાર્દિક આવ્યો ત્યારે તેણે દિલ્હીમાં કોનોટ પ્લેટમાંથી હિલ સ્ટેશન પર ફરવા જવા લેડિઝના કપડાં પણ ખરીદ્યા હતા. એટલું જ નહીં, મસૂરીમાં હોટેલની વ્યવસ્થા પણ મારા મિત્ર થકી એણે કરી હતી.પાછળથી હાર્દિકે રાજકીય વલણ અપનાવીને સરકાર સામે પાટીદારોને ઉશ્કેરવા 25મી ઓગસ્ટે અમદાવાદમાં સભા બોલાવતા મેં પોતે 17મી ઓગસ્ટ 2015ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ તમામ વિગતો આપી હતી. એ વખતે જ મે- 2015માં હાર્દિકના મોબાઈલ કોલ્સની ડિટેઈલ્સ અને લોકેશનોની તપાસ થાય તો આપોઆપ તેનું ચાલ ચરિત્ર્ય ખુલ્લુ પડી જશે. અત્યાર સુધી ચૂપ કેમ હતા ? તેના જવાબમાં અશ્વિન સાંકડાશેરિયાએ કહ્યું કે, મેં પહેલા પણ સરકારના જવાબદાર મંત્રીઓને તમામ માહિતી આપી હતી.સોશિયલ મીડિયામાં અત્યાર સુધી ચૂપ કેમ હતા ? તેના જવાબમાં અશ્વિન સાંકડાશેરિયાએ કહ્યું કે, ગળા સુધી ભરેલું હતું. મેં પહેલા પણ સરકારના જવાબદાર મંત્રીઓને તમામ માહિતી આપી હતી. હાર્દિકે સમાજને ગુમરાહ કરવા સિવાય કંઈ કર્યુ નથી. અમારી મૂળ લડાઈની દિશા બદલવા તેનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે. જે અમને મંજૂર નથી. માટે ખૂલીને બહાર આવ્યા છું.

આ આખા મામલે હાર્દિકે  કહ્યું હતું કે હવે તો સેક્સ સીડી પણ આવી શકે છે 
અશ્વિન સાંકડાશેરિયાના આક્ષેપોને ર્હાિદકે ફગાવ્યા હતાં. સુરતમાં મીડિયા સમક્ષ ર્હાિદકે કહ્યું કે, હવે તો સેક્સ સીડી પણ આવી શકે છે.