હાર્દિકે પોત પ્રકાશ્યું :  ‘મુદ્દો BJPને હરાવવાનો છે, અનામતનો નથી’ – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હાર્દિકે પોત પ્રકાશ્યું :  ‘મુદ્દો BJPને હરાવવાનો છે, અનામતનો નથી’

હાર્દિકે પોત પ્રકાશ્યું :  ‘મુદ્દો BJPને હરાવવાનો છે, અનામતનો નથી’

 | 8:39 am IST

પાટીદારો માટે ઓબીસી અનામતની માંગણીને નામે સવા બે વર્ષથી આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલે ચૂંટણીટાણે જ પોતાનું પોત પ્રકાશ્યું છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં પાટીદારોની સંવાદ સભા પહોંચેલા હાર્દિકે ‘મારો મુદ્દો ભાજપને હરાવવાનો છે, અનામતનો નથી’ એવા ઉચ્ચારણો મંચ ઉપરથી કરતા અનામતના મુદ્દે સર્મથન આપી રહેલા પાટીદારો વિફર્યા છે.

ઠક્કરબાપાનગરની સભામાં શુક્રવારની રાતે ઉપરોક્ત ભાષણબાજી બાદ શનિવારે સવારે સંખેડા પહોંચેલા હાર્દિકનો કાળા વાવટા ફરકાવીને વિરોધ થયો હતો. સ્થાનિક પાટીદારોના વિરોધ સામે પાસવાળા હાર્દિકના સર્મથકો દાદાગીરી પર ઉતરી આવતા સંખેડામાં ભારે ઘર્ષણ સર્જાતા વડિલોને વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડયો હતો. શુક્રવારની રાતે ઠક્કબાપાનગરની સભામાં હાજર અનેક પાટીદારો પણ હાર્દિકની આ પ્રકારની નિવેદનબાજી સાંભળીને દંગ રહી ગયા હતા. પોતે કોઈ પક્ષમાં જોડાવાનો નથી એમ કહેનારા હાર્દિકે ચૂંટણી પહેલા જ અનામતના મુદ્દાને સાઈડલાઈન કરીને પોતાનો મુદ્દો ભાજપને હરાવવાનો હોવાનું કહ્યા બાદ અનેક પાટીદારો સભા સ્થળ છોડીને નિકળી ગયા હતા.

ભાજપ તરફથી જેટલો આર્થિક લાભ જોઈતો હતો એટલો મળ્યો નહી એટલે હવે આ હાર્દિક ભાજપને ટાર્ગેટ કરી રહ્યો હોવાની ચર્ચાઓ કરતા ઠક્કરબાપાનગરના પાટીદારોએ કહ્યુ કે, હાર્દિકનું આ નિવેદન જ સ્પષ્ટ દર્શાવે છે કે તેના હૈયે હવે પાટીદારોના હિતની વાત નથી. પાટીદારોએ તેને એટલા માટે સર્મથન આપ્યુ હતુ કારણ કે તે અનામત અપાવવાનો હતો. કોંગ્રેસ સાથે બેઠકોમાં અનામત અંગે શું થયુ એ તો કંઈ બોલવુ ન પડે એટલે હાર્દિક હવે કાંચિડાની જેમ રંગ બદલી રહ્યો છે. અનામતની અવગણના કરીને ભાજપને ટાર્ગેટ કરીને તે ભાજપનું નાક દબાવવા માંગે છે એવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.