hardik patel supporters burn tires in Mehsana
  • Home
  • Featured
  • હાર્દિકના સમર્થનમાં મહેસાણામાં ટાયરો સળગ્યા, મહિલાઓએ થાળી-વેલણ વગાડી લીધા છાજીયાં

હાર્દિકના સમર્થનમાં મહેસાણામાં ટાયરો સળગ્યા, મહિલાઓએ થાળી-વેલણ વગાડી લીધા છાજીયાં

 | 6:36 pm IST

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે. આજે સિદ્ધપુર-ખેરાલુ હાઈવે પર ટાયરો સળગાવ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. કહોડા ચાર રસ્તા પર ટાયર સળગાવ્યા છે. રસ્તા પર ટાયર સળગાવતા ચક્કાજામના દ્દશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ સિવાય મહિલાઓ પણ થાળી-વેલણ વગાડીને વિરોધ કરી રહ્યાં છે. આજે મહેસાણામાં પાટીદારોએ હાઈવે ઉપર ટાયરો સળગાવીને ચક્કાજામ કરી તેમજ મહિલાઓએ થાળી -વેલણ વગાડી અને છાજીયાં લઈને સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે ટિંગોટોળી કરીને અટકાયત કરી હતી.

હાર્દિક પટેલને મહેસાણાના ઊંઝામાંથી સમર્થન મળી રહ્યું છે. ઊઁઝાના ઉમિયા માતાના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ છે અને હાર્દિકના સ્વાસ્થ્ય અંગે રામધૂન કરી રહ્યા છે. અને ભગવાન પાસે હાર્દિકના લાંબા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહી છે. અહીં 300થી વધુ મહિલાઓ રામધૂન કરી રહી છે.

એ રીતે ગોંડલના મોવિયામાં થાળી-વેલણ વગાડી મહિલાઓ રસ્તા પર ઉતરી છે. હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોએ રસ્તા ઉપર ઉતરી આવી છે. મહિલાઓએ થાળી-વેલણ વગાડી સૂત્રોચ્ચાર કરી રહી છે. ભારે વિરોધને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સિવાય હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સરકારે સાવચેતીના ભાગરૂપે આ કદમ ઉઠાવ્યું છે. ભાવનગર જિલ્લા અધિક કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં ચાર વ્યક્તિના ભેગા થવા, સરઘસ, સભા અંગે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ સિવાય રાજ્યમાં વિવિધ આંદોલનના સંદર્ભે કલમ 144 લાગુ કરાઈ છે.