હાર્દિક પટેલનો યુવતિ સાથેનો વધુ એક video વાયરલ, ખળભળાટ - Sandesh
  • Home
  • Gujarat
  • હાર્દિક પટેલનો યુવતિ સાથેનો વધુ એક video વાયરલ, ખળભળાટ

હાર્દિક પટેલનો યુવતિ સાથેનો વધુ એક video વાયરલ, ખળભળાટ

 | 10:40 am IST

હાર્દિક પટેલનો વધુ એક કથિત વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પણ તે એક યુવતી સાથે રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં દેખાય રહ્યો છે. આ વીડિયોની પુષ્ટિ સંદેશ કરતું નથી. પરંતુ સવારથી જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં હાર્દિક પટેલ સાથે એક યુવતી અને અન્ય શખ્સો પણ છે. ગઈ કાલે હાર્દિક પટેલનો પહેલો વીડિયો સામે આવ્યો હતો જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારે વધુ એક વીડિયો ક્લિપ વાયરલ થતાં ખડભડાટ મચ્યો છે.

હાર્દિક પટેલે ગઈ કાલે આ મામલે કહ્યું હતું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે સેક્સ ક્લિપ પણ બહાર આવશે. મને આવી આશંકા પહેલેથી જ હતી. ગંદી રાજનીતિની આ તો શરૂઆત થઈ છે. જેને વીડિયો આપ્યો છે તે હવે ભાજપમાં જોડાયા છે.બેંગકોકથી આવા વીડિયો બનાવવામાં આવે છે. આવા આરોપો વારંવાર લાગવાના છે. મને કોઈનો ડર નથી.