hardik-patels-fast-continues-on-day-18-today
  • Home
  • Ahmedabad
  • આજે હાર્દિકના ઉપવાસનો 18મો દિવસ, ઉત્તરાખંડના પૂર્વ CM લેશે મુલાકાત

આજે હાર્દિકના ઉપવાસનો 18મો દિવસ, ઉત્તરાખંડના પૂર્વ CM લેશે મુલાકાત

 | 10:32 am IST

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 18મો દિવસ છે. આજે તેને મળવા સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉમટી પડે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત મુલાકાત લેશે. જ્યારે ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર હાર્દિકની મુલાકાત લે તેવી શક્યતા છે.

ગઈકાલે સોમવારે હોસ્પિટલમાંથી ફાર્મ હાઉસમાં રિટર્ન થયેલા હાર્દિક પટેલે ફરીથી ઉપવાસ શરૂ કર્યા છે. સોમવારે સવારે પરીવારના સભ્યને ગ્રીનવુડને મેઈન ગેટ પર પોલીસે અટકાવતા હાર્દિક ઉપવાસી છાવણીમાંથી છેક બહાર રીંગ રોડ પર આવી પહોંચ્યો હતો. અને મારા કુંટુબવાળાને રોકવાના નહી તેમ કહેતા હાર્દિકે પોલીસવાળાએ દાદાગીરી બધી હદ વટાવ્યાનું કહેતા રીંગ રોડ પર ક્ષણિક ચડસાચડસીથી હંગામો મચ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના દેવામાફી અને અનામતની માગણી સાથે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની તબિયત બગડતા ઉપવાસના 14માં દિવસે તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.