હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણામાં પ્રતીક ઉપવાસ પર બેઠેલા ૧૪ પાટીદારોની અટકાયત - Sandesh
  • Home
  • Mehsana
  • હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણામાં પ્રતીક ઉપવાસ પર બેઠેલા ૧૪ પાટીદારોની અટકાયત

હાર્દિક પટેલના સમર્થનમાં મહેસાણામાં પ્રતીક ઉપવાસ પર બેઠેલા ૧૪ પાટીદારોની અટકાયત

 | 1:09 am IST

અમદાવાદ,વિસનગર

મહેસાણાના મોઢેરા  ચાર રસ્તા  વિસ્તારમાં ઉ.ગુ. પાસ કન્વીનર સુરેશ ઠાકરે અને સતીષ પટેલ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસની જાહેરાત કરાઈ હતી. જોકે તંત્રએ આ ઉપવાસની પરવાનગી આપી નહતી આમ છતાં આજે પાટીદાર સમાજના યુવાનો દ્વારા ઉપવાસ પર બેસવાનો પ્રયત્ન કરાતાં મહેસાણા પોલીસ દ્વારા ત્રણ પાસ કન્વીનર સહિત ૧૪ યુવાનોની અટકાયત કારઈ હતી.  આજે વિસનગર તાલુકાના કમાણા ગામના પાટીદાર યુવાનોએ માથે મુંડન કરાવીને હાર્દિક પટેલને ટેકો આપ્યો હતો. તો મહેસાણામાં પાસ કન્વીનર સુરેશ ઠાકરે, સતીષ પટેલ અને નરેન્દ્ર પટેલ દ્વારા એક દિવસીય પ્રતીક ઉપવાસ નો કાર્યક્રમ જાહેર કરાયો હતો.

આ માટે સુરેશ ઠાકરે દ્વારા મહેસાણા મામલતદાર સમક્ષ પ્રતીક ઉપવાસને મંજુરી આપવા માટે માગણી કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા સુરેશ ઠાકરેની આ માગણી ફગાવી દેવાઈ હતી. આમ છતાં પાટીદાર યુવાનો દ્વારા આજે ટહુકો પાર્ટી પ્લોટ પાસે તેમના અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ પાટીદાર યુવાન અને મહિલાઓ ઉપવાસ ઉપર બેઠા હતા અને તેમણે રામધુન બોલાવાનું ચાલુ કર્યું હતું. આ અંગે પાસ કન્વીનર સુરેશ ઠાકરેએ જણાવ્યુ હ તું કે અમે અમારો વિરોધ યથાવત રાખવાના છીએ અને હાર્દિક પટેલના સમર્થનમાં આ પછી પણ કાર્યક્રમ યથાવત રહેશે.

અટકાયત કરાયેલ પાટીદારો

અરવિંદભાઈ કાશીરામભાઈ, પટેલ પ્રવિણભાઈ બળદેવભાઈ, પટેલ હર્ષદકુમાર ગંગારામ, પટેલ સુરેશભાઈ ઉર્ફે ઠાકરે મણીલાલ ચતુરદાસ, પટેલ હિતેષકુમાર રસિકભાઈ, પટેલ ભોળાભાઈ નરસિંહભાઈ, પટેલ સતીષકુમાર અંબાલાલ, પટેલ અલ્પેશકુમાર ભાઈલાલભાઈ, પટેલ અમીત વિષ્ણુભાઈ (કોર્પોરેટર), પટેલ બળદેવભાઈ હરીભાઈ, પટેલ મણીભાઈ મફતલાલ, પટેલ સિધ્ધેશ ગંગારામ, પટેલ ચિરાગ વિષ્ણુભાઈ, પટેલ ડાહ્યાભાઈ ખોડીદાસ તમામ રે.મહેસાણા.