Hardik-Rahul Showcase: BCCI May Ban Cricketers From Sydney ODI
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા એને કેએલ રાહુલ સસ્પેંડ, તપાસ સુધી નહીં રમી શકે

હાર્દિક પંડ્યા એને કેએલ રાહુલ સસ્પેંડ, તપાસ સુધી નહીં રમી શકે

 | 2:58 pm IST

તાજેતરમાં ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડયાનાં વિવાદિત નિવેદન બાદ ચારે તરફ ટીકા થવા લાગી ત્યારે તેણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પ્રશંસકોની માફી માગી હતી. પંડયાએ લખ્યું, કોફી વિથ કરણમાં મેં આપેલાં નિવેદન બદલ તમામની માફી માગું છું. હું આ શોના સ્વભાવથી અંદાજને જોતાં તેમાં વધુ ઓતપ્રોત થઈ ગયો હતો. હું કોઈનું અપમાન કરવા માગતો નહોતો અથવા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગતો નહોતો.

ડાયનાએ BCCIના સીઇઓ રાહુલ જોહરીનું ઉદારહરણ આપતા જણાવ્યું હતું કે એ જરૂરી છે કે બન્ને ખેલાડીઓને આગળના નિર્ણય સુધી વન-ડે રમવા દેવા પર પ્રતિબંધ લાદવો જોઇએ. વધુમાં ડાયનાએ કહ્યું હતું કે કાનૂની સલાહ લીધા પછી સામે જે પણ નિર્ણય આવે તેની જાણ ખેલાડીઓ અને ટીમને કરવી જોઇએ.

પ્રશાસક સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંડ્યા અને રાહુલ પર જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. BCCIના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ બન્ને ખેલાડીઓ પર ઔપચારિક તપાસ શરૂ થાય તે પહેલા ફરીથી ખુલાસો માગતી નોટીસ આપવામાં આવશે.

જ્યારે BCCIના અન્ય એક અધિકારીએ સ્મિથ-વૉર્નરનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેમના પર મેચ દરમિયાન બોલ ટેપરિંગને ચાલતા ICCએ આચારસંહિતા મુજબ તેમના પર એક ટેસ્ટ મેચ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ ઑસ્ટ્રેલિયાએ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.

બીસીસીઆઈનું સંચાલન કરી રહેલી સંચાલકોની સમિતિ (સીઓએ)એ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને કોફી વિથ કરણ શો પર યુવતીઓે અંગે કરેલી કોમેન્ટ બદલ કારણદર્શક નોટિસ ફટકારી છે.

ત્યારબાદ સંચાલકોની સમિતિ (સીઓએ)ના સભ્ય વિનોદ રાયે બન્ને ખેલાડીઓ પર ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાવા જઇ રહેલી વન-ડે પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી, પરંતુ તે માટે સમિતિના અન્ય એક સભ્ય ડાયનાના નિર્ણયની રાહ જોવાઇ રહી હતી. ત્યારે સંચાલકોની સમિતિ (સીઓએ)ના સભ્ય ડાયનાએ પણ ખેલાડીઓ પર ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાવા જઇ રહેલી વન-ડે પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.