video : ભાડજમાં આવેલ હરેકૃષ્ણ મંદિરનો ભવ્ય નજારો, પિકનિક સ્પોટ તરીકે પ્રખ્યાત - Sandesh
NIFTY 11,429.45 +40.00  |  SENSEX 37,835.61 +169.81  |  USD 68.6900 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • video : ભાડજમાં આવેલ હરેકૃષ્ણ મંદિરનો ભવ્ય નજારો, પિકનિક સ્પોટ તરીકે પ્રખ્યાત

video : ભાડજમાં આવેલ હરેકૃષ્ણ મંદિરનો ભવ્ય નજારો, પિકનિક સ્પોટ તરીકે પ્રખ્યાત

 | 2:46 pm IST

અમદાવાદના ભાડજ ખાતે સુંદર હરેકૃષ્ણ મંદિર આવેલુ છે. આ મંદિરનું નિર્માણ એપ્રિલ 2015માં અક્ષય તૃતિયાના પાવન પર્વ પર કરવામાં આવ્યું હતું. આ મંદિર અમદાવાદ શહેરથી થોડે દુર ભાડજ ગામમાં બનાવવામાં આવ્યુ છે. આ મંદિરમાં રાધા અને માધવ સાક્ષાત બિરાજંમાન છે. શ્રી કૃષ્ણ અને રાધના પ્રેમ જેવી જ આ મૂર્તિ પવિત્ર અને અદ્દભુત છે. વિશાળ સ્થળમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે જેથી અહિં હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરમાં રવિવારના દિવસે અને તહેવારનાં વિશેષ ભીડ જોવા મળતી હોય છે કારણ કે આ દિવસે મનોહર માધવને વિશેષ શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક તહેવારની ઉજવણી પણ અહીં એટલી જ ધામધૂમથી કરવામાં આવે છે.

આ મંદિરમાં પ્રવેશતા જ આપને કોઈ પૌરાણિક હવેલીમાં પ્રેવશવાનો અનુભવ થશે. આ મંદિરને બનાવવા રાજસ્થાની પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સાથે મંદિરમાં અદ્દભુત કોતરણી પણ કરવામાં આવી છે. ભક્તો અહિં શાંતિથી બેસીને ભગવાન કૃષ્ણની ભક્તિ કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મંદિરમાં ભક્તો પરિવાર સાથે દર્શન કરવા આવતા હોય છે. સાથે સાથે અહીં મંદિર પરિસર બહાર ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. બાળકો માટે રમવાની જગ્યા અને ફુવારા પણ જોવા મળે છે. જેથી બાળકો અહીં રમવાની મજા માણી શરે છે, તો ભક્તો અહીં પ્રભુની ભક્તિનો આનંદ લઈ શકે છે. ભક્તો માટે ખાસ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકો માટે મંદિર તરફથી અલગ અલગ પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી તેઓ આદ્યાત્મનું જ્ઞાન મેળવી શકે. તો ગાયોની સેવા માટે અહિં એક ગૌશાળા પણ ચલાવવામા આવે છે.

આ મંદિરમાં હાલમાં જ પાંચ દિવસીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી અનેક ભક્તિથી તરબોળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિરને ખુબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે પ્રભુની સ્વર્ણયાત્રા અને ભજન સંધ્યામાં મંદિરનું વાતાવરણ આહલાદક બની ગયું હતું. આ પ્રભુના હિંડાળો ઉત્સવમાં કાનાને ભક્તોએ પ્રેમથી લાડ લડાવ્યાં હતાં. પાટોત્સવના અંતિમ દિવસે ભગવાનનો ચરણ અભિષેક વિવિધ દ્રવ્યો દ્રારા કરવામાં આવ્યો હતો. જેમાં પવિત્ર દ્રવ્યોથી ભક્તિ ભાવપૂર્વક માધવનો અભિષેક કરાવામાં આવે છે અને સાંજે મહા મંગળા આરતી પણ કરવામાં આવે છે. જેમાં આ મહેલ જેવા માધવનું ધામ હરે કૃષ્ણના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.