Hariyana CM Manohar Khattar gave threaten to Party Leader, Watch Video
  • Home
  • Videos
  • Featured Videos
  • હરિયાણાના CMએ ગુસ્સામાં કહ્યું, ‘તારું ગળું વાઢી નાખીશ’ માઈક ચાલું હતું એમાં મોટો કાંડ થઈ ગયો

હરિયાણાના CMએ ગુસ્સામાં કહ્યું, ‘તારું ગળું વાઢી નાખીશ’ માઈક ચાલું હતું એમાં મોટો કાંડ થઈ ગયો

 | 6:35 pm IST

હરિયાણાની આ વાત છે. રાજકારણનું એવું સ્વરૂપ જોવા મળ્યું કે સૌ કોઈ ચોંકી ગયા. હરિયાણામાં આ વર્ષનાં એન્ડમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. સતાપક્ષ અને વિપક્ષ બન્ને ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. એ જ રીતે હરિયાણાનાં CM મનોહર લાલ ખટ્ટર પણ પ્રચાર માટે નીકળી પડ્યા હતા. પરંતુ પ્રચાર વખતે મુખ્યમંત્રીએ એક દાવ કરી નાખ્યો કે જેના કારણે તે ચર્ચામાં છે.

સોશિયલ મીડિયામાં મનોહરનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મંચ પર સીએમ ખટ્ટર પોતાના કાર્યકર્તા તરફ એક શસ્ત્ર હાથમાં લઈને કહે છે કે તારૂ ગળું વાઢી નાખીશ. હવે આ જ મુદ્દાને લઈને વિપક્ષે પણ મનોહરની ચૂટકી લેવાનું શરૂ કર્યું છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક યાત્રા ચાલી રહી છે અને લોકો રેલીમાં ઉત્સાહ ભેર ભાગ પણ લઈ રહ્યા છે. સીએમ ખટ્ટરનાં હાથમાં માઈક છે અને તે કંઈ બોલવાનું શરૂ કરે એ પહેલા તેને એક શસ્ત્ર આપવામાં આવે છે. ત્યારબાદ પાછળથી કોઈ સાથી કાર્યકર્તા કંઈક મુગટ જેવું પહેરાવવાં આવે છે કે જે ખટ્ટર સાહેબને ના ગમ્યું. તો એણે ગુસ્સો કર્યો અને કહ્યું કે તારૂ ગળું વાઢી નાખીશ. જુઓ અહીં વીડિયોમાં આ સમગ્ર ઘટનાં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન