Harley Davidson revealed first Electric Motorcycle In US
  • Home
  • Featured
  • Harley Davidsonની પહેલી ઇ-બાઇક લોન્ચ, ફીચર અને કિંમત જાણી ચોંકી જશો

Harley Davidsonની પહેલી ઇ-બાઇક લોન્ચ, ફીચર અને કિંમત જાણી ચોંકી જશો

 | 4:42 pm IST

અમેરિકન બાઇક નિર્માતા કંપની હાર્લી ડેવિડસન(Harley Davidson) ને તેની પહેલી ઇલેક્ટ્રોનિક બાઇક લાઇવ વાયર(LiveWire)નું લોન્ચિંગ કર્યું છે. આ બાઇક જલ્દી સડકો પર નજરે આવશે. કંપનીએ આ બાઇકની ફ્રી ચાર્જિંગની જાહેરાત પણ કરી છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે કંપની આ ફ્રી ચાર્જિંગની સુવિધા ગ્રાહકોને આગામી વર્ષ સુધી આપશે. આ બાઇકને યુએસમાં ઇલેક્ટ્ર્રિફાઇ અમેરિકન સ્ટેશન્સ પર ચાર્જ કરી શકાશે. કંપનીએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે ગ્રાહકોને ઇલેક્ટ્રિફાઇ અમેરિકન સ્ટેશન્સ પર ચાર્જિંગ સર્વિસ આપવામાં આવશે. બાઈકની કિંમત લગભગ 29,799 ડોલર એટલે કે 20 લાખ રૂપિયાથી વધુ છે. સૂત્રો પ્રમાણે કંપનીએ આ કન્ફર્મ કર્યું છે કે પહેલી ઇ-બાઇક આ વર્ષે અમેરિકા, કેનાડા અને કેટલાક યુરોપિયન દેશોમાં અવેલેબલ રહેશે. જ્યારે 2020-21 દરમિયાન બાઇક અન્ય માર્કેટ્સમાં પણ એક્સપોર્ટ કરવામાં આવશે. જોકે ભારતમાં આ બાઇકની લોન્ચિંગ માટે ગ્રાહકોને હજી વધુ રાહ જોવી પડશે.

આ બાઇકને કંપનીએ ઘણું પ્રીમિયમ લુક આપ્યું છે. બાઇકમાં હાર્લી ડેવિડસનનું કૂઝ એપિયરેંસ આપવામાં આવ્યું છે. બાઇક કેટલીક આધુનિક સુવિધા અને ટેકનોલોજીથી ભરપૂર છે. કંપનીનો દાવો છે કે બાઇકમાં રેપિડ એક્સલરેશન છે જેના માટે કંપનીએ H-D રેવલેશનનો ઉપયોગ કર્યો છે. બાઇકને અર્બન સ્ટ્રીટ રાઇડર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. સિંગલ ચાર્જ પર બાઇક લગભગ 235 કિમીની મુસાફરી કરી શકે છે. એક અંદાજ મુજબ બાઇક 1.9 સેકેન્ડમાં 129 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. ઉપરાંત બાઇક 300mm બ્રેંબો મોનોબ્લોક ફ્રંટ બ્રેક્સથી લેસ છે. આ ઉપરાંત, બાઇકમાં 4.3 ઇંચ કલર ટીએફટી ટચસ્ક્રીન, સાત રાઇડિંગ મોડ્સ, ડેમેકર એલઇડી હેડલેમ્પસ અને ડ્રેગ ટોર્ક સ્લિપ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન