104 દિવસમાં તૈયાર થનાર હાર્લે-ડેવિડસન બાઈકની કિંમત જાણી તમે પણ ચોંકી જશો - Sandesh
  • Home
  • Business
  • 104 દિવસમાં તૈયાર થનાર હાર્લે-ડેવિડસન બાઈકની કિંમત જાણી તમે પણ ચોંકી જશો

104 દિવસમાં તૈયાર થનાર હાર્લે-ડેવિડસન બાઈકની કિંમત જાણી તમે પણ ચોંકી જશો

 | 4:41 pm IST

સ્વિસ વોચ અને જવેલરી કંપની Bucherer અને બાઇક સ્પેશ્યલિસ્ટ Bündnerbike ને મળીને હાર્લે-ડેવિડસન બ્લૂ એડિશન બાઈકને લોન્ચ કરેલ છે. હાર્લે-ડેવિડસન બ્લૂ એડિશન અધિકારીક રીતે દુનિયાની સૌથી મોંઘી બાઈક છે.

આ ખાસ બાઈકની કિંમત રૂ. 12.2 કરોડ રાખવામાં આવી છે અને તેને બનાવવા માટે 2500 કલાક જેટલો સમય લાગ્યો છે. એટલે કે આશરે 104 દિવસનો સમય લાગ્યો છે. જેને Bucherer અને Bündnerbikeના 8 લોકોની ટીમે સાથે મળીને તૈયાર કરી છે. આ બાઈકને જ્યૂરિચ, સ્વિટઝરલેન્ડમાં રજુ કરવામાં આવેલ છે.

આ બ્લૂ એડિશન Harley-Davidson Softail Slim S પર બેસ્ટ છે. જો કે બાઈક તૈયાર થયા પછી હાર્લેની માફક લાગી રહી નથી. તેની ફ્રેમ અને રિમ્સ કસ્ટમ મેડ છે. તેમજ ઘણાં પાર્ટ ગોલ્ડ પ્લેટેડ છે. આ બાઈકની ફ્યૂલ ટેન્કમાં રાઈડ સાઇડ એક વોચ રાખવામાં આવેલ છે. પહેલી વખત બાઈકમાં ફેક્ટરી તરફથી વોચ ફીટ કરવામાં આવેલ છે. બાઈકના ઘણાં ભાગોમાં પ્રીમિયમ મેટલનો ઉપયોગ કરેલ છે. ફ્યૂલ ટેન્કમાં 5.40 કેરેટનો ડિઝલર રિંગ આપેલ છે.

ખાસ બનાવવામાં આવેલ Carl F. Bucherer વોચને એન્જીને વાઈબ્રેશનથી બચાવવા માટે એક સિલિકોલ રિંગથી બનાવેલ સ્પેશ્યિલ હોલ્ડર પેક આપવામાં આવેલ છે. એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 1.8 લિટર એર કૂલ્ડ V-ટિ્વન એન્જીન આપવામાં આવેલ છે. જેમાં 6 સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવેલ છે. જો કે બાઈકની વાસ્તવિક કિંમત રૂ. 13 લાખ છે. આ બાઈકની બ્લૂ-એડિશન એટલાં માટે કહેવામાં આવ્યું છે કારણ કે, 6 લેયર સીક્રેટ કોટિંગ કરવામાં આવેલ છે.