ચિરંજીવીની ફિલ્મમાં આવું કામ કરશે હૈરી પોટરના સ્ટંટમેન... - Sandesh
  • Home
  • Entertainment
  • ચિરંજીવીની ફિલ્મમાં આવું કામ કરશે હૈરી પોટરના સ્ટંટમેન…

ચિરંજીવીની ફિલ્મમાં આવું કામ કરશે હૈરી પોટરના સ્ટંટમેન…

 | 4:18 pm IST

મેગાસ્ટાર ચિરંજીવીની અપકમિંગ ફિલ્મ ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’ના એક્શન સીન્સને હૈરી પોટરના સ્ટંટમેન ગ્રેગ પાવેલ ડાયરેક્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ચિરંજીવીની આ ફિલ્મ બાયોપિક છે, જે સ્વતંત્રતા સેનાની ઉય્ય્લાવડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે. ગ્રેગ પાવેલે હોલિવુડની ઘણી મોટી ફિલ્મોની ફાઈટ સિક્વેંસને ડાયરેક્ટ કર્યું છે. તેમાં હૈરી પોટર, સ્કાઈફોલ, વર્લ્ડ વાર Zનો સમાવેશ થાય છે.

ફિલ્મ ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’ના એક્ટર બ્રહ્માજીએ ગ્રેગ અને ડાયરેક્ટર સુરેન્દર રેડ્ડી સાથે ઇન્સટા પર એક ફોટો શેર કર્યો છે. ચિરંજીવીની આ ફિલ્મમાં બોલિવુડના શહંશાહ અમિતાભ બચ્ચનનો પર એક ખાસ રોલ છે. મૂવીમાં બિગ બી નરસિમ્હા રેડ્ડીના ગુરુનો રોલ કરી રહ્યા છે.

#syeraa #syeramoment #actionbegins #gregpowel #suri

A post shared by Brahmaji Actor (@brahms25) on

આ ફિલ્મમાં નયનતારા, વિજય સેથુપતી, જગપતિ બાબૂ જોવા મળશે. ફિલ્મને ચિરંજીવીનો છોકરો રામચરણ મોટા બજેટ સાથે પ્રોડ્યૂસ કરવા જઈ રહ્યો છે.