Harsh Goenka shared a funny video musically chair game in politics of Rajasthan
  • Home
  • Featured
  • રાજસ્થાન રાજનીતિને લઇ હર્ષ ગોયંકાએ શેર કર્યો મજેદાર વીડિયો, જોઇને પેટ પકડીને હસવા લાગશો

રાજસ્થાન રાજનીતિને લઇ હર્ષ ગોયંકાએ શેર કર્યો મજેદાર વીડિયો, જોઇને પેટ પકડીને હસવા લાગશો

 | 10:20 am IST

રાજસ્થાનમાં રાજકીય સંકટ લગભગ નાટકીય અંતમાં આવી ગયું છે. રાજસ્થાનમાં સરકારને બચાવવા માટે સંઘર્ષ કરી રહેલા કોંગ્રેસ માટે સોમવારે રાહતનો દિવસ લાવ્યો. રાજસ્થાનની રાજનીતિ પર બિઝનેમેન હર્ષ ગોયંકાએ મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેમણે 10 ઓગસ્ટની રાતે શેર ક્યો છે. જ્યાં બે લોકો મ્યુઝિકલ ચેર (સંગીત ખુરશી) રમત રમી રહ્યા છે. થોડીક સેકન્ડ બાદ બન્ને વચ્ચે ખુરશી પર બેસવા માટે બોલાચાલી શરૂ થાય છે.

આ વીડિયોમાં જોઇ શકો છો કે જ્યાં એક છોકરી ખુરશી પર બેસવાની કોશિશ કરે છે અને પડી જાય છે. પછી છોકરો ભાગે છે અને ખુરશી ઉઠાવીને ભાગે છે અને પછી તે બેસવાની કોશિશ કરે છે. તેના બેસી ગયા બાદ ગેમ બંધ થઇ જાય છે. હર્ષ ગોયંકાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘રાજસ્થાન પોલિટિક્સ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન