Harsh Sanghavi Stop convoy And Rescue Woman Who Jump in tapi river
  • Home
  • Featured
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાફલો રોકીને મહિલાનું રેસ્ક્યુ કરાવ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાફલો રોકીને મહિલાનું રેસ્ક્યુ કરાવ્યું

 | 11:10 pm IST
  • Share

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ
  • બ્રિજ પરથી તાપી નદીમાં મહિલાએ લગાવી મોતની છલાંગ
  • મહિલાને બચાવવા ગૃહરાજ્યમંત્રીએ પોતાનો કાફલો અટકાવ્યો

 

સુરતના સરદાર બ્રિજ પર શનિવારે સાંજે એક અજાણી મહિલાએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. જો કે તે સમયે રાજ્યના નવનિયુક્ત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો કાફલો પણ ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. મહિલાએ નદીમાં પડતુ મૂક્યું હોવાનું જાણીને હર્ષ સંઘવીએ પોતાનો કાફલો અટકાવીને પોલીસ અને આરોગ્ય વિભાગને તે મહિલાને બચાવવા માટે સૂચન કર્યું હતું. જે બાદ મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શનિવારે સાંજે સાડા 5 વાગ્યાની આસપાસ 40 વર્ષની એક અજાણી મહિલા શહેરના સરદાર બ્રિજ પર પહોંચી હતી. જ્યાં તેણે બ્રિજ પરથી નીચેથી પસાર થઈ રહેલી તાપીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ સમયે અઠવા લાઈન્સથી અડાજણ તરફ જઈ રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કાફલો પણ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો.

જ્યાં લોકોના ટોળા જોઈએ હર્ષ સંઘવીએ ઘટનાની જાણકારી મેળવીને પોલીસ અધિકારી અને આરોગ્ય વિભાગને સૂચના આપી હતી. જે બાદ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી. અડાજણ પોલીસે મહિલાને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો