Harsh Sanghvi Take charge as new gujarat state home minister
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવા ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો, પ્રદિપસિંહ જાડેજાના મેળવ્યા આશીર્વાદ

નવા ગૃહરાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો, પ્રદિપસિંહ જાડેજાના મેળવ્યા આશીર્વાદ

 | 1:40 pm IST
  • Share

ગુજરાતની નવનિયુક્ત સરકારના મોટાભાગના મંત્રીઓએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે, ત્યારે પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને પગે લાગીને હર્ષ સંઘવીને નવા ગૃહરાજ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળી લીધો છે.

હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતા પહેલા ચેમ્બરમાં પૂજા કરી. આ સમયે DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતા જ જણાવ્યું કે, આ કોઈ હોદ્દો નથી, પરંતુ જવાબદારી છે.

બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયને બે ભાગોમાં વિભાજિત કરીને એક ભાગ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને સોંપવામાં આવ્યો છે. ભુપેન્દ્ર પટેલ સરકારના તમામ 24 મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ-1માં જ બેસવાના છે.

આ સિવાય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શનિવારે અક્ષરધામ મંદિર પહોંચીને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતની અનેક સામાજિક અને આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જે પૈકી એક સ્વામીનારાયણ સંપ્રદાય પણ છે.

નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આજે સવારે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. આ અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં અને તેમણે નવા મંત્રીને ભગવાન ગણેશની મૂર્તિ અને શિક્ષણ મંત્રાલયના પ્રતિક તરીકે ગ્રીન પેન સોંપી. આ તકે પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, શિક્ષણ વિભાગમાં ગત વર્ષોમાં અનેક સારા કામો થયા છે અને હજુ પણ અનેક કામ કરવાના બાકી છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ચુડાસમાને તેઓ છેલ્લા અનેક દાયકાઓથી જાણે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકાળ સમયથી તેઓ ભૂપેન્દ્રભાઈના સંપર્કમાં છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમના વડીલ છે અને રહેશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભુપેન્દ્રસિંહ ચુડાસમાં તેમના વિધાનસભા વિસ્તાર ભાવનગરના જમાઈ પણ છે.

આ ઉપરાંત કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને શ્રમ મંત્રી તરીકે બ્રિજેશ મેરજાએ પણ ચાર્જ સંભાળ્યો. આ તકે રાઘવજીએ જણાવ્યું કે, ગુજરાતમાં કૃષિના ક્ષેત્રમાં ચાલી રહેલા કામોને સમજવાનો પ્રયત્ન કરશે. આટલું જ નહીં, ખેડૂતોને પડતી સમસ્યાઓને સમજીને તેના સમાધાન માટે પણ પ્રયત્ન કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો