Health Minister Dr. Harsh Vardhan On Corona's Community Transmission
  • Home
  • Corona
  • સ્વાસ્થ્ય મંત્રીએ સ્વીકાર્યું, ભારતમાં શરૂ થઈ ચુક્યું છે કોરોનાનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન

સ્વાસ્થ્ય મંત્રીએ સ્વીકાર્યું, ભારતમાં શરૂ થઈ ચુક્યું છે કોરોનાનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન

 | 8:19 pm IST

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) હર્ષવર્ધ (Dr. Harsh Vardhan)ને રવિવારના પહેલીવાર સ્વીકાર કર્યો કે ભારતમાં કોવિડ-19 (Covid-19)નું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission) શરૂ થઈ ગયું છે. જો કે તેમણે કહ્યું કે, આ ફક્ત કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી જ સીમિત છે. ડૉ. હર્ષવર્ધને સોશિયલ મીડિયા (Social Media) પર એક પ્રશ્નનો જવાબ આપતા આ વાત કહી, જેમાં તેમણે પોતાના સોશિયલ મીડિયાના ફૉલોઅર્સ સાથે વાતચીત કરી.

સંપૂર્ણ દેશમાં નથી થઈ રહ્યું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, “પશ્ચિમ બંગાળ સહિત અલગ અલગ રાજ્યોમાં અલગ-અલગ ભાગોમાં ખાસ કરીને ગીચ વિસ્તારોમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા છે. જો કે આ સંપૂર્ણ દેશમાં નથી થઈ રહ્યું. આ કેટલાક જિલ્લાઓ સુધી સીમિત છે.” ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પહેલો કેસ આવ્યા બાદ આ પહેલીવાર છે, જ્યારે સરકારે વાયરસના સામુદાયિક પ્રસારની વાત સ્વીકારી છે. અત્યાર સુધી સરકાર તરફથી કહેવામાં આવ્યું હતુ કે આ જીવલેણ વાયરસના સામુદાયિક પ્રસારની કોઈ પુષ્ટિ નથી થઈ.

કોઈ નેઝલ સ્પ્રે વેક્સિનનો ક્લિનિકલ ટ્રાયલ નથી ચાલી રહ્યો

વાતચીતમાં હર્ષવર્ધને પોતાના એ અનુરોધનું પુનરાવર્તન કર્યું કે, કોવિડ-19 સંક્રમણના જોખમથી બચવા માટે ઘરમાં જ પરંપરાગત રીતે પરિવારની સાથે ઉત્સવ મનાવો. તેમણે ભરોસો આપ્યો કે દેશમાં મેડિકલ ઑક્સિજનની ઉણપ નથી અને સરકાર મહામારીના કારણે માંગમાં કોઈ પણ પ્રકારના વધારાની ભરપાઈ માટે ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે તૈયાર છે. તો કોરોના વેક્સિનને લઇને અપડેટ આપતા તેમણે કહ્યું કે, ભારતમાં અત્યારે કોવિડ-19 માટે કોઈ નેઝલ સ્પ્રે વેક્સિનનો ક્લિનિકલ ટ્રાયલ નથી ચાલી રહ્યો.

જરૂરિયાતમંદોની સહાયતા કરવી જોઇએ

જો કે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કોરોના વેક્સિન પર કામ કરી રહ્યું છે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ જશે. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, મહામારીના કારણે દુનિયાભરમાં નિરાશા છે. આપણે બધાએ પરોપકાર કરવો જોઇએ. મોટું દિલ બતાવતા જરૂરિયાતમંદોની સહાયતા કરવી જોઇએ. તેમણે લોકોને અપીલ કરી કે પોતાના પાડોશમાં ગરીબ લોકોને શોધો. તેમના બાળકો માટે નવા કપડા, મિઠાઈ અને જરૂરિયાતનો સામાન ખરીદો. તમને સારું લાગશે.

આ વિડીયો પણ જુઓ: અમરેલી જિલ્લામાં પણ આગામી ચૂંટણીનો બહિષ્કાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન