NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સીધીસાદી હોવાનો દાવો કરતી હનીપ્રીતનો થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો

સીધીસાદી હોવાનો દાવો કરતી હનીપ્રીતનો થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો

 | 11:01 am IST

સાધ્વીઓ સાથે બળાત્કારના દોષિત ગુરમીત રામરહીમની કથિત દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન વિશે વળી પાછો નવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે હનીપ્રીત નકલી નામથી મોબાઈલ સિમ અને ફેસબુક ચલાવી રહી હતી. પોલીસના હવાલે એવો દાવો કરવામાં આવ્યો છે કે જે હનીપ્રીતને લોકો પ્રિયંકા તનેજાના નામથી જાણતા હતાં, અનેક લોકો માટે તે ગુરલીન ઈન્સાન પણ હતી. આ તેનું ત્રીજુ નામ છે. તેના આ નામની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં ખુબ થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ગુરમીત રામરહીમ દ્વારા દત્તક લેવાયા પહેલા તે પ્રિયંકા તનેજા હતી. ત્યારબાદ ગુરમીતે તેને હનીપ્રીત નામ આપ્યું હતું. હવે ત્રીજા નામ ગુરલીન ઈન્સાનની પણ ચર્ચા થઈ રહી છે.

વાત જાણે એમ છે કે હરિયાણા પોલીસની એસઆઈટી હનીપ્રીતના આ નામની સચ્ચાઈની તપાસ કરી રહી છે. હનીપ્રીતે આ નામથી એક મોબાઈલ સીમ લીધુ હતું. નામ બદલીને મોબાઈલ સીમ લેવા પાછળનો તેનો હેતુ શું હતો તે હવે પોલીસ માટે તપાસનો વિષય છે. વાસ્તવમાં ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાઈરેક્ટર્સ એસોસિએશન (IFTDA) મુંબઈ તરફથી હનીપ્રીતની સદસ્યતા ખતમ કરી દેવાઈ છે. આ સર્ટિફિકેટમાં હનીપ્રીતે જે નંબર નોંધાવ્યો હતો તે ગુરલીન ઈન્સાનના નામથી હતો. આ નંબરથી તે એક ફેસબુક આઈડી ઓપરેટ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે આ આઈડીને કેટલાક દિવસો પહેલા ડિલિટ કરી દેવાયું હતું. હનીપ્રીતના આ નંબરની તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે આ નંબર પાનીપતનો હતો.

સાઈબર એક્સપર્ટનું માનવું છે કે હનીપ્રીત કદાચ નામ બદલીને ફેસબુક ઓપરેટ કરતી હોય. આ સાથે એમ પણ હોઈ શકે છે કે હનીપ્રીતનો નંબર જે પણ કોઈના સરનામા પર હતો તેણે જીઆઈના નામથી સેવ કર્યો હોય. આ બાજુ હનીપ્રીત અને રામરહીમનો ઘટસ્ફોટ કરનારા ડેરા સચ્ચા સૌદામાંથી પોલીસને હાર્ડ ડિસ્ક મળી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ હાર્ડ ડિસ્કથી અનેક રહસ્યો બહાર આવશે. પોલીસના જણાવ્યાં મુજબ હનીપ્રીતે 1.25 કરોડ રૂપિયા ડેરા સચ્ચા સૌદાની પંચકુલા બ્રાન્ચને આપ્યા હતાં. પોલીસનું કહેવું છે કે પંચકુલા હિંસા અગાઉથી ફિક્સ હતી. જેની માસ્ટરમાઈન્ડ હનીપ્રીત હતી. તેણે સવા કરોડ રૂપિયા એટલા માટે આપ્યા હતાં કારણ કે જો બાબા દોષિત જાહેર થાય તો ડેરા સમર્થકો હિંસા ફેલાવે. આ વાતની પુષ્ટિ બાબાના ડ્રાઈવર રાકેશકુમારે પોલીસની પૂછપરછ દરમિયાન કરી હતી. રાકેશ હાલ પોલીસ કસ્ટડીમાં છે.