ક્રૂર વહુ ઘરડા સાસુને વાળ ખેંચી મારતી રહી ઢોર માર, Video થયો વાયરલ
સોશિયલ મીડિયામાં એક મહિલા દ્વારા પોતાના ઘરડા સાસુને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા ઘરડા સાસુને ઢોર માર મારતી દેખાય છે. કહેવાય છે કે આ વાયરલ વીડિયો હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં આવેલા નગર ગામનો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ખુદ જવાબ આપ્યો છે.
કહેવાય છે કે આરોપી મહિલાની ઓળખ કાંતાબેન તરીકે થઇ છે. પીડિતાના પતિ બીએસએફમાં ઇન્સપેકટર રેન્કથી રિટાયર્ડ થયા હતા અને અંદાજે વીસ વર્ષ પહેલા તેમનું નિધન થઇ ચૂકયું છે. જ્યારે જે મહિલાને માર મારવામાં આવે છે તેઓ આઝાદ હિંદ ફૌજના સભ્ય રહી ચૂકયા છે. એવામાં એક શખ્સે વીડિયો શેર કરતાં દાવો કર્યો કે વૃદ્ધ મહિલા આઝાદ હિન્દ ફૌજના પૂર્વ સૈનિક છે અને દર મહિને 30,000 રૂપિયા પેન્શન મળે છે.
આ વીડિયો તેમના પાડોશીએ બનાવ્યો છે. આરોપી મહિલા દરરોજ પોતાની સાસુની સાથે મારપીટ કરે છે. આ ટ્વિટ સીએમ ખટ્ટરને ટેગ કરાઇ છે.
ખાસ વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી એ પણ ટ્વીટનો જવાબ આપ્યો છે. તેમણે રિટ્વીટ કરતાં લખ્યું આ ખેદજનક અને નિંદનીય છે. સભ્ય સમાજમાં આ પ્રકારનો વ્યવહાર સહન થતો નથી. ટ્વીટમાં આગળ લખ્યું કેસ નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે.જો કે સીએમ ખટ્ટરે ટ્વીટમાં શખ્સના એ દાવાનું ખંડન કર્યું નથી જેમાં વૃદ્ધા આઝાદ હિંદના ફૌજના સભ્ય હોવાનો દાવો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં મહિલા પોતાની વૃદ્ધ સાસુને ખાટલા પર વારંવાર મારે છે. ઘરડા બા ખૂબ રડે છે પરંતુ વહુને તેનાથી કોઇ ફરક પડતો નથી. તે વારંવાર તેમના વાળ ખેંચે છે. વીડિયોમાં દેખાય છે કે આરોપી વૃદ્ધાને મારવા માટે કંઇક લેવા દોડે છે. આ દરમ્યાન કંઇ મળતું નથી તો ફરીથી પાછી આવીને સાસુને ખાટા પર પછાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન