મીડિયા પર ભડકી શમીની પત્ની, તોડી નાખ્યો પત્રકારનો વીડિઓ કેમેરો... - Sandesh
NIFTY 10,596.95 -85.75  |  SENSEX 34,889.44 +-259.68  |  USD 68.0350 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મીડિયા પર ભડકી શમીની પત્ની, તોડી નાખ્યો પત્રકારનો વીડિઓ કેમેરો…

મીડિયા પર ભડકી શમીની પત્ની, તોડી નાખ્યો પત્રકારનો વીડિઓ કેમેરો…

 | 2:34 pm IST

મોહંમદ શમી અને તેની પત્ની વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. રવિવારે હસીન જહાંએ પ્રેસ કોન્ફરન્સ કરી શમી પર આરોપ લગાવ્યા હતા. જહાંએ કહ્યું કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારીશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઇશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા હતા.

દરરોજ શમી અને પત્ની હસીનના કેસમાં નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. કોલકાતા પોલીસે બીસીસીઆઇને પત્ર લખીને કેટલીક માહિતી માગી છે. જેમાં શમીના દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસની વિગત મગાવવામાં આવી છે.

રવિવારે હસીન જહાંએ પ્રેસ કોન્ફરન્સ કરી શમી પર આરોપ લગાવ્યા હતા. જહાંએ કહ્યું કે, જો શમી સંબંધો સુધારવા માગે છે તો હું વિચારીશ પરંતુ જો હું સમાધાન કરવાની વાત કરું તો હું ગુનેગાર સાબિત થઈ જઇશ. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા હતા.

શમીના આરોપો પર હસીન જહાંએ કહ્યું કે, શમીએ કોઇ પણ વાતનો જવાબ યોગ્ય રીતે આપ્યો નહોતો. તે દરેક બાબત પર ગોળ-ગોળ જવાબ આપી રહ્યો છે. હોળીની તસવીરો અંગે હસીને કહ્યું કે, શમી તે વખતે ડરી ગયો હતો કારણ કે, તેનો મોબાઇલ મને મળી ગયો હતો.

કોલકાતામાં સેંટ. સ્ટેફન સ્કૂલમાં પહોચેલી હસીન જહાં પાસે જયારે મીડિયા પત્રકાર પહોચ્યો તો તે તેમને બુમો પાડીને કહેવા લાગી હતી. આ દરમિયાન હસીને એક વીડિઓ કેમેરો પણ તોડી નાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હસીન જહાંએ પતો મોહમ્મદ શમી પર ઘણા આરોપ લગાવ્યા છે. હસીન જહાંને આ બાબત પર પોલીસ ફરિયાદ પણ નોધાવી છે. આજે જહાંએ મેજિસ્ટ્રેટની સામે પોતાનું નિવેદન આપવાનું રહેશે. બીજી બાજુ શમી પણ પોતાના બચાવ માટે નિવેદનો આપતો રહે છે.