Iran Said Hassan Rouhani Will Not Meet Donald Trump In UN
  • Home
  • Featured
  • તણાવની વચ્ચે અમેરિકાને ઈરાને આપ્યો વળતો જવાબ, ટ્રમ્પને પણ લાગશે ઝાટકો

તણાવની વચ્ચે અમેરિકાને ઈરાને આપ્યો વળતો જવાબ, ટ્રમ્પને પણ લાગશે ઝાટકો

 | 10:24 pm IST

ઈરાને સોમવારનાં અમેરિકાને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે રાષ્ટ્રપતિ હસન રૂહાનીની યૂએન બેઠકથી અલગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળવાની યોજના નથી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા બંને નેતાઓની વચ્ચે વાતચીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અબ્બાસ મૌસાવીએ એક સરકારી ટેલીવિઝન પર એક ટિપ્પણીમાં કહ્યું છે કે, “અમે આ બેઠક માટે ના તો યોજના બનાવી છે અને ના તો મને લાગે છે કે ન્યૂયૉર્કમાં આવુ કંઇ થવા જઇ રહ્યું છે.” ઈરાનનાં અધિકારીઓએ વૉશિંગટન સાથે વાતચીતનાં પ્રસ્તાવને વારંવાર ફગાવ્યો છે.

ઈરાને અમેરિકાનાં દાવાઓને ફગાવી દીધા

બીજી તરફ અમેરિકાએ સેટેલાઇટ તસવીરો જાહેર કરતા અને ઇન્ટેલિજન્સ જાણકારીઓ આપતા દાવો કર્યો છે કે સાઉદી અરબની બે ક્રુડ ઓઇલ રિફાઇનરી પર હુમલાની પાછળ ઈરાનનો હાથ હતો. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, “ઉત્તરીય ખાડી, ઈરાન અથવા ઇરાકમાં લૉન્ચ સ્થળ હોઇ શકે છે.” ઈરાને રવિવારનાં અમેરિકાનાં દાવાઓને ફગાવી દીધા છે.

અમેરિકાની સૈન્ય શિબિરો ઈરાની મિસાઈલોની હદમાં 

ઈરાનનાં ઇસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ્સ કૉર્પ્સ (IRGC)નાં એક ટૉપનાં કમાન્ડરે કહ્યું કે, “ક્ષેત્રમાં સ્થિત અમેરિકાની સૈન્ય શિબિરો ઈરાની મિસાઈલોની હદમાં છે.’ આઈઆરજીસીનાં એયરોસ્પેસ ડિવીઝનનાં કમાન્ડર આમિર અલી હજીજદેહે રવિવારનાં કહ્યું કે, “ક્ષેત્રમાં અમેરિકી શિબિરોની વાત કરીએ તો 2 હજાર કિમીની સીમામાં અમેરિકી જહાજ, વિમાન અને યુદ્ધ વિમાન સુધી અમારી મિસાઇલોની હદમાં છે.”

આ વિડીયો પણ જુઓ:  ટ્રાફિકના નવા નિયમોનો સુરતમાં વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન