અપ્રિય નસકોરા બોલાવતી વ્યક્તિમાં સમજણનો અભાવ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • અપ્રિય નસકોરા બોલાવતી વ્યક્તિમાં સમજણનો અભાવ

અપ્રિય નસકોરા બોલાવતી વ્યક્તિમાં સમજણનો અભાવ

 | 4:42 am IST

વ્યક્તિ ભર ઊંઘમાં હોય ત્યારે તેને નસકોરા બોલવા તે સામાન્ય બાબત આપણે માનીએ છીએ, પરંતુ વિજ્ઞાાન નસકોરા બોલવાને એક પ્રકારનો રોગ માને છે. જ્યારે સામુદ્રિક શાસ્ત્ર મુજબ નસકોરાના અનેક પ્રકાર હોય છે, અને નસકોરા મુજબ વ્યક્તિના સ્વભાવમાં પણ ફેરફાર જોવા મળે છે, એટલે કે નસકોરા દ્વારા જાણી શકાય છે, ફક્ત તેને સમજવાની જરૂર છે. સામુદ્રિક શાસ્ત્રએ શારીરિક વિજ્ઞાાનના લક્ષણને ધ્યાનમાં રાખીને શરીરના અંગો તથા તેના વિવિધ લક્ષણો વિશે જાણીને તેના દ્વારા વ્યક્તિના સ્વભાવની જાણ કરે છે. આવો સામુદ્રિક શાસ્ત્રની મદદથી જાણીએ, નસકોરાના વિવિધ પ્રકારો અને તે પ્રકાર દ્વારા વ્યક્તિનો સ્વભાવ.

સંગીતમય નસકોરા

સંગીતમય નસકોરા પહેલા પ્રકારના નસકોરા છે, આ પ્રકારના નસકોરા ભાગ્યે જ સાંભળવા મળતા હોય છે. ૧૦૦ માંથી ૧૦ ટકા લોકો પણ ભાગ્યે જ આ પ્રકારના નસકોરા બોલતા હોય છે. સંગીતમય નસકોરા બોલતા હોય તે વ્યક્તિ સામાન્ય હોય છે, આ પ્રકારના નસ્કોરા ખૂબ જ ઓછા સાંભળવા મળે છે. આ પ્રકારના નસકોરાથી કોઇને મુશ્કેલી થતી નથી.

શબ્દોના ઉચ્ચારવાળા નસકોરા

આ પ્રકારના નસકોરા અચાનક ઉત્પન્ન થતા હોય છે, આ નસકોરામાં વ્યક્તિ જાણે શબ્દો ઉચ્ચારતી હોય તે રીતે ધીરેધીરે બોલતા હોય છે. આ પ્રકારના નસકોરા કાનને સાંભળવા ગમતા નથી. આ પ્રકારના નસકોરા બોલાવતી વ્યક્તિ સામાન્ય હોય છે, પરંતુ તેઓનો સ્વભાવ ઉગ્ર હોય છે. આ પ્રકારની વ્યક્તિનો વિશ્વાસ ન કરવો જોઇએ.

હાસ્ય સાથેના નસકોરા

મંદ મંદ હાસ્ય સાથેના નસ્કોરા બોલાવતી વ્યક્તિ કોઇપણ પ્રકારનો નિર્ણય લેવા માટે સક્ષમ હોતા નથી. તેઓ પોતાના જીવનમાં નાની વાતનો પણ નિર્ણય લઇ શક્તા નથી. તેમ છતાં તેઓ પોતાનો સ્વાર્થ સાધી લે છે.

ભયાનક નસકોરા

ભયાનક નસ્કોરા ખૂબ જ મોટો અવાજ ધરાવે છે, જે કાનને અગમ્ય હોય છે. આ પ્રકારના વ્યક્તિ લોકપ્રિય હોય છે, તથા તેઓ સંતોષી સ્વભાવના હોય છે.

વાજિંત્રવાદી નસકોરા

વાજિંત્રવાદી નસકોરામાં વ્યક્તિ સંગીતના વિવિધ વાજિંત્રોનો અવાજ નાક દ્વારા બોલાવતી હોય તેવું લાગે છે. આ વ્યક્તિ સામાન્ય તથા મૃદુ સ્વભાવના હોય છે.

અપ્રિય નસકોરા

આ પ્રકારના નસકોરા બોલતી વ્યક્તિ બાજુમાં પણ સૂતી હોય તો ઊંઘ આવતી નથી, અપ્રિય પ્રકારના આ નસકોરા ધરાવતી વ્યક્તિ ક્રૂર અને હૃદય વિનાના હોય છે, તેઓમાં લાગણી નહિવત્ જ હોય છે. તેઓ સમજણ ધરાવતા જ નથી.