Hathijan DPS School may be approved in Education Secretary's Report
  • Home
  • Ahmedabad
  • શિક્ષણ સચિવના રિપોર્ટમાં થયો મોટો ધડાકો, હાથીજણ સ્થિત DPSને વાગી શકે છે ખંભાતી તાળા

શિક્ષણ સચિવના રિપોર્ટમાં થયો મોટો ધડાકો, હાથીજણ સ્થિત DPSને વાગી શકે છે ખંભાતી તાળા

 | 11:43 pm IST

નિત્યાનંદ પ્રકરણમાં ભેરવાયેલી જાણીતી એવી DPS સ્કૂલની મુશ્કેલીઓ વધી શકે છે. નિત્યાનંદ આશ્રમને જમીન આપનાર DPS સ્કૂલ મામલે નવો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગની તપાસ બાદ DPS સ્કૂલની પોલ ખુલી છે. શિક્ષણ સચિવ વિનોદ રાયે CBSEને રિપોર્ટ કર્યો છે કે સ્કૂલે બનાવટી NOC ઉભું કર્યાનું તપાસમાં સામે આવ્યું છે.

શિક્ષણ સચિવ વિનોદ રાયના આ અહેવાલ બાદ હાથીજણ સ્થિત DPSની માન્યતા પણ રદ થાય તેવી શક્યતા ઉભી થઈ છે. આ રિપોર્ટ પ્રમાણે 2010માં શાળા માટે NOC નામંજૂર થઈ હતી.

નિત્યાનંદ પ્રકરણ ગુજરાતભરમાં ગાજી રહ્યું છે. આ મામલે જાણીતી સ્કૂલ DPS વિવાદોના વમળમાં સપડાઈ છે. હવે શિક્ષણ સચિવ વિનોદ રાયે આ કહ્યું હતું કે, અમે DPS સ્કૂલને NOC આપી નથી. તેમણે NOC માટે 2009માં અરજી કરી હતી. અમે વધારે વિગતો માંગી હતી જે તેમણે આપી ન હતી. DPS સ્કૂલ મેનેજમેન્ટ પોતાના નામે જમીન છે તેમ સાબિત કરી શક્યુ ન હહોતુ. જમીન એનએ પણ થઈ ન હતી.

વિનોદ રાયના જણાવ્યા પ્રમાણે, 2010, 2011 અને 2012માં DPS સ્કૂલને અનેક તક આપવામાં આવી હતી. 2012માં તેમની અરજી રદ કરવામાં આવી હતી. આમ છતા 2012માં CBSEમાં 2010નો ફોર્જ ડોક્યુમેન્ટ રજુ કરીને પરમિશન લીધી હતી. અમે CBSEમાં સ્કૂલ સામે ફોજદારી કેસ કરવાની ભલામણ કરી છે.

શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે વધુમાં કહ્યું હતું કે, આશ્રમના બાળકોને સ્કૂલમાં દાખલ કરવાના મુદ્દે ધ્યાનમાં આવ્યું છે કે 4 બાળકો વિદેશી છે. વિદેશી બાળકોને કોઈપણ લિવિંગ સર્ટિફિકેટ વગર DPSમાં દાખલ કરવા અને રાજ્ય સરકારનો કાયદો ભંગ કરવા બદલ ગૃહ ખાતામાં રજુઆત કરીશું. પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે કે હાલ પણ થોડી જમીન જ સ્કૂલના નામે છે. મોટાભાગની જમીન ખેડૂતોના નામે છે. એનએ પણ થયું નથી. એનએ ના થાય તો જગ્યા પર બાંધકામ પણ થઈ શકતુ નથી. પરંતુ અહીં આખી DPS સ્કૂલ જ ઉભી કરી નાખવામાં આવી છે. તો જે બાંધકામ થયું છે તેની પરમિશન લીધી નથી.

શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે કહ્યું હતું કે ડીપીએસના સંચાલકો સામે કાર્યવાહી જરુર કાર્યવાહી થશે. DPS સ્કૂલ સામે ફોજદારી પગલાં લેવા ભલામણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન