hathras balrampur case kriti sanon angry share post on social media
  • Home
  • Featured
  • PHOTOS: કૃતિ સેનનની પોસ્ટથી ખળભળાટ, મને આ બધા રેપના કેસો જોઈને હવે ડર લાગે છે, ક્યારે….

PHOTOS: કૃતિ સેનનની પોસ્ટથી ખળભળાટ, મને આ બધા રેપના કેસો જોઈને હવે ડર લાગે છે, ક્યારે….

 | 5:21 pm IST

હાથરસ ગેંગરેપ બાદ ઉત્તરપ્રદેશના બલરામપુરથી પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ રેપની ઘટનાને પગલે સતત નિશાન બનેલી સરકાર પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. બળાત્કારના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે કાયદા અને વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. વિપક્ષ સીધું યોગી આદિત્યનાથનું રાજીનામું માગી રહ્યું છે. હવે આ દરમિયાન બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેને ડર લાગી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કૃતિએ પૂછ્યું છે કે આ બધું કેટલો સમય ચાલશે. પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું કે, હજુ તો હાથરસ ઘટના ઉપર ગુસ્સો શાંત થયો નથી અને ત્યાં તો બીજો એક કિસ્સો સામે આવ્યો છે. હું આશ્ચર્યચકિત છું અને મને ડર પણ લાગે છે. આ બધું ક્યારે સમાપ્ત થશે? તેની વિરુદ્ધ ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે. તો પણ આવા કેસો સામે આવતા રહે છે. વાસ્તવિક સંખ્યા તો ખૂબ મોટી છે. હવે કૃતિની આ પોસ્ટ વાયરલ થઈ છે. દરેક વ્યક્તિ તેની વાત સાથે સહમત હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન