Hathras case: Narco test of the accused, CBI reached Ahmedabad with all four
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આખા દેશમાં ઉહાપોહ મચાવનારા ‘હાથરસ કેસ’નું સત્ય ગુજરાતમાં આવશે બહાર, જાણો કેમ

આખા દેશમાં ઉહાપોહ મચાવનારા ‘હાથરસ કેસ’નું સત્ય ગુજરાતમાં આવશે બહાર, જાણો કેમ

 | 4:53 pm IST
  • Share

હાથરસના કથિત ગેંગરેપ કેસ (Hatjras Gang Rape Case)ના ચારેય આરોપિઓના નોર્કો ટેસ્ટ (Narco Test) થશે. સીબીઆઇની ટીમ (CBI Team) ચારેય આરોપિઓને લઇ અમદાવાદ (Ahmedabad) પહોંચી ગઇ છે. હાથરસ જેલના સૂત્રો અનુસાર, સીબીઆઇ ટીમ ચારેય આરોપિઓને ત્યાંથી લઇ અમદાવાદ પહોંચી ગઇ છે. હાથરસ કેસના આરોપીને ગાંધીનગર લઈ જવાશે. જોકે હાલમાં ચારેય આરોપીઓને કસ્ટડી માટે સાબરમતી સેન્ટ્રલ જેલ લઈ જવાયા છે. આવતીકાલે ગાંધીનગર FSLમાં લઈ જવાશે.

આ પહેલા કથિત ગેંગરેપના મામલામાં ઘટનાસ્થળ પર સૌથી પહેલા પહોંચવાનો દાવો કરનાર છોટૂ નામનો યુવક નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર હતો. તેનું કહેવું હતું કે, સત્ય સામે લાવવા માટે તે ટેસ્ટ માટે તૈયાર છે. સાથે જ પીડિતાના પરિવારજનોના પણ ટેસ્ટ થવા જોઇએ. ત્યાં જ યુવકની માતાએ ટેસ્ટ પર આપત્તિ વ્યક્ત કરતા પોતાના પુત્રને સગીર ગણાવ્યો હતો.

ચંદપા ક્ષેત્રના ગામ બુલગઢીમાં યુવતી સાથે થયેલ ઘટનાના ખુલાસા બાદ સીબીઆઇ તપાસ કરી કરી છે. ઘટના સમયે પાસેના જ ખેતરમાં કામ કરી રહેલા યુવક છોટૂએ ઘટનાસ્થળ પર સૌથી પહેલા પહોંચવાનો દાવો કર્યો હતો. તેનું ઘર પીડિતાના ઘરની બાજૂમાં જ હતું. તેથી તે ઘટનાની તરત જ પછી પીડિતાના ભાઇને ઘરે બોલાવવા ગયો હતો. સીબીઆઇ છોટૂ સાથે ગણીવાર પૂછપરછ કરી ચૂકી છે. યુવક અનુસાર સીબીઆઇ તેનાથી 20થી વધુ વખત પૂછપરછ કરી ચૂકી છે.

યુવકે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું તે, સીબીઆઇ એ ગુરૂવારે તેનો કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. સીબીઆઇ તેનો નાર્કો-પોલીગ્રાફ કરાવવાની વાત કરી રહી છે. તે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે. યુવકે કહ્યું કે, તે સીબીઆઇની ખુબ જ ઇજ્જત કરે છે. સત્ય સામે આવવું જ જોઇએ. તેણે કહ્યું કે, પીડિત પરિવારના સદસ્યોના પણ ટેસ્ટ થવા જોઇએ.

શું છે હાથરસ કેસ

યુપીના હાથરસમાં ગેંગરેપની શિકાર બનેલી દીકરીનું 15 દિવસ બાદ દિલ્હીની AIIMSમાં મોત થયું હતું. બાળકીની સાથે હેવાનિયતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દબંગોએ વારંવાર તેને પોતાની હવસનો શિકાર બનાવી. દીકરી પોતાની જુબાની આપી ના શકે એટલે તેની જીપ કાપી નાંખી. ચાલીને પોતાના ઘર સુધી ના જઇ શકે એટલે પગના હાડકાં તોડી નાંખ્યા, ડોક તોડી નાંખી. આટલી હેવાનિયત બાદ પણ તે છેલ્લા શ્વાસ સુધી જિંદગી માટે જંગ લડતી રહી. આ કેસમાં પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવામા આવ્યો છે.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં કોરોના વોરિયર્સનું મૃત્યુ બાદ સન્માન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન