Hathras incident in Uttar Pradesh Kendall march and protest in Gujarat
  • Home
  • Ahmedabad
  • ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાનાં પડઘા ગુજરાતમાં પડ્યા, ઠેર-ઠેર કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન

ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાનાં પડઘા ગુજરાતમાં પડ્યા, ઠેર-ઠેર કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન

 | 8:27 pm IST

ઉત્તરપ્રદેશના હાથરસમાં 14મી સપ્ટેમ્બરના રોજ 4 નરાધમોના પાશવી બળાત્કાર અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી 20 વર્ષીય દલિત મહિલા બુધવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ખાતે મોત સામેનો જંગ હારી ગઇ હતી. 2012ના નિર્ભયા ગેંગરેપની જઘન્ય યાદોને તાજી કરતી આ ઘટનામાં દલિત બળાત્કાર પીડિતા સાથે આરોપીઓએ દુષ્કર્મ આચરી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. યુવતીની જીભ કપાઇ ગઇ હતી. તેના શરીરમાં સંખ્યાબંધ ફ્રેક્ચર હતાં અને આ ઘટના બાદ ગરદનમાં થયેલી ઇજાના કારણે લકવો મારી ગયો હતો.

આ ઘટનાનાં પડઘા આખા દેશમાં પડ્યા છે. લોકોનો આક્રોશ સોશિયલ મીડિયામાં ફાટી નિકળ્યો છે અને આ જઘન્ય અપરાધ માટે લોકો આરોપીઓને સખત સજા આપવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં પણ આ ઘટનાનાં પડઘા પડ્યા છે. ગુજરાતમાં પણ લોકો કેન્ડલ માર્ચ યોજી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને યૂપી સરકારને આ ઘટનામાં સામેલ તમામ લોકોને કડક સજા કરવા માટે કહી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલ દુષ્કર્મની ઘટનાને પગલે ગાંધીનગરમાં યુવાઓએ કેન્ડલ માર્ચ યોજી હતી. યુવાઓ દ્વારા ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજવામા આવી હતી. આ કેન્ડલ માર્ચ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે યોજવામાં આવી હતી. ગુનેગારોને ફાંસી આપવાના બેનર સાથે યુવાઓ માર્ચમાં જોડાયા હતા.

સુરતમાં પણ આ યૂપી ગેંગરેપ મામલે વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા. દલિત સમાજ દ્વારા સુરતમાં આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા રામપુરા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીઓને મૃત્યુદંડ આપવા માગ કરવામાં આવી હતી.

સુરતમાં ફણ યુપી હાથરસ સામૂહિક દુષ્કર્મના પડઘા પડ્યા હતા. દલિત સમાજ દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અહિં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને આરોપીઓને મૃત્યુદંડ આપવા માંગ કરવામાં આવી હતી.

અમદાવાદમાં પણ ઉત્તરપ્રદેશમાં બેનલી ગેંગેરેપની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદના દાદા સાહેબ પગલાં અને ગુજરાત યુનિ પાસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યા લોકોએ આ ઘટનાને વખોડી હતી. ત્યાં જ NSUI દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી. યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ કરીને મૃતક મનીષા વાલ્મિકીને શ્રધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્યાં જ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પણ આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ : ગુજરાતમાં પેટાચૂંટણીનો ગરમાવો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન