hathway-introduce-349-plan-with-truly-unlimited-data-with-50mbps-speed-to-compete-jio-fiber
  • Home
  • Featured
  • Reliance Jio ઇફેક્ટ આ કંપની આપી રહી છે રૂ.349માં અનલિમિટેડ ઈન્ટરનેટ

Reliance Jio ઇફેક્ટ આ કંપની આપી રહી છે રૂ.349માં અનલિમિટેડ ઈન્ટરનેટ

 | 4:38 pm IST

બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પ્રદાતા કંપની Hathwayએ પોતાના ગ્રાહકો માટે અનલિમિટેડ ઈન્ટરનેટ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત રૂ. 349 છે. આ પ્લાન પરથી રિચાર્જ કરાવતા ગ્રાહકોને અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં કોઈ FUP લિમિટ નથી. એટલેકે ગ્રાહક આ પ્લાનમાં જેટલુ ઈચ્છે એટલું ડેટાનો ઉપયોગ કરી શકે છે.

Hathway બ્રોડબેન્ડે રૂ.349માં અનલિમિટેડ ઇન્ટરનેટ પ્લાન રજૂ કર્યો હતો. ગ્રાહકોને કોઈ FUP લિમિટ વીના ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. એટલેકે ગ્રાહક આ પ્લાનમાં જેટલુ ઈચ્છે તેટલો ડેટા વાપરી શકશે. માનવામાં આવી રહ્યુ છે કે આ પ્લાન જિયો ફાયબરને ટક્કર આપશે.

યૂઝર્સને 50 MBPS ઈન્ટરનેટની સ્પીડ મળશે. જ્યાં ઘણા ઓપરેટર્સને પોતાના પ્લાનમાં એક લિમિટ સુધી જ હાઈ સ્પીડ આપે છે અને એ લિમિટ પાર થતા જ સ્પીડ ઘટી જાય છે. આમાં કોઈ ડેટા લિમિટ સેટ નથી. એટલે ગ્રાહકોને આ પ્લાન ખરા અર્થમાં અનલિમિટેડનો અનુભવ કરાવશે. જો કે આ પ્લાન હજુ ફક્ત હેદરાબાદના ગ્રાહકોને મળશે.

હજુ આ પ્લાનની કોઈ જાણકારી મળી નથી કે આ પ્લાન સીમિત સમય માટે છે કે આમ જ ગ્રાહકોને મળતો રહેશે. વાત કરીએ જિયોની તો Reliance Jioએ આ વર્ષે જુલાઈમાં Jio Fiberના નામથી પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરી હતી. તેનું રજીસ્ટ્રેશન પહેલાજ શરૂ થઈ ચુક્યુ છે. અને આગામી કેટલાક મહીનાઓમાં આ સેવાને શરૂ કરી દેવામાં આવશે. પહેલા ચરણમાં Jio Fiber સેવા 29 મોટા શહેરોમાં આનો ફાયદો કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન