Have No Intention of Handing Over Strategic Palaly Airport : Sri Lanka
  • Home
  • Featured
  • 2 જ દિવસમાં શ્રીલંકાએ મારી જબરી ગુંલાટ, ભારતને આપ્યો જોરદાર આંચકો

2 જ દિવસમાં શ્રીલંકાએ મારી જબરી ગુંલાટ, ભારતને આપ્યો જોરદાર આંચકો

 | 8:02 pm IST

સરકારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વિકસિત કરવા માટે હિલચાલ શરૂ કરી તેના બે જ દિવસમાં શ્રીલંકાએ પલટી મારીને હવે વ્યૂહાત્મક પલાલી એરપોર્ટનો અંકુશ ભારતને નહીં સોંપવા નક્કી કર્યું છે.

શ્રીલંકાના નાગરિક ઉડ્ડયનમંત્રી નિર્મલ શ્રીપલા દ સિલ્વાએ સંસદને જણાવ્યું હતું કે, ભારતીય સત્તાવાળાઓને એરપોર્ટ સોંપવાનું સરકારનું કોઈ લક્ષ્ય નથી. તેમણે વધુ જણાવ્યું હતું કે એરપોર્ટ ટૂરિઝમ ડેવલપમેન્ટ ફંડ અને સિવિલ એવિએશન ઓથોરિટીની ભાગીદારીમાં વિકસાવાશે.

આ પણ વાંચો : શ્રીલંકામાં ચીનને ચેકમેટ કરવા ભારતનો વ્યૂહ, OBOR નજીકનાં એરપોર્ટનાં સંચાલન ઉપર નજર

આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ગયા સોમવારે જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે, તેણે શ્રીલંકામાં પલાલી એરપોર્ટના વિકાસ માટે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે વિદેશમંત્રાલય સાથે કરાર કર્યા છે. આ શ્રીલંકામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો પહેલો પ્રોજેક્ટ હશે.

આ પણ વાંચો : ડોકલામ બાદ ભારત-ચીન માટે નવું ‘જંગનું મેદાન’ શ્રીલંકા એરપોર્ટ

સંસદમાં સિલ્વાએ આ નિવેદનને ફગાવી દઈને જણાવ્યું હતું કે ફક્ત પલાલી જ નહીં પણ સરકાર તો હિગુરકગોડા, બેટિકલોઆ, કોગ્ગલા, ડિગાના અને ત્રિંકોમલી એરપોર્ટ પણ બીજા દેશોને આપવાનો કોઈ વિચાર ધરાવતી નથી અને એ તમામ એરપોર્ટ ડોમેસ્ટિક એરપોર્ટ તરીકે વિકસાવાશે.

વ્યૂહાત્મક પગલું

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો એરપોર્ટ વિકસાવવાનો પ્રોજેક્ટ વ્યૂહાત્મક ચાલ તરીકે જોવાતો હતો, કેમ કે પલાલી એરપોર્ટ જાફનામાં આવેલું છે, જે તામિલબહુલ વિસ્તાર છે. આ પ્રયાસને ચીનની ચાલના જવાબરૂપે પણ જોવામાં આવતો હતો, કેમ કે એ વિસ્તારમાં મહત્ત્વના માળખાકીય વિકાસ સાથે ચીનની હાજરી વધી રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સબંધમાં પલાલી અરપોર્ટ તાજું ઉદાહરણ છે, જેમાં શ્રીલંકા ભારતથી અંતર રાખી ગયો હોય.