રેણુકા ચૌધરીના હાસ્યને PM મોદીએ ગણાવ્યું ‘રાક્ષસી’?, જાણો શા માટે - Sandesh
  • Home
  • India
  • રેણુકા ચૌધરીના હાસ્યને PM મોદીએ ગણાવ્યું ‘રાક્ષસી’?, જાણો શા માટે

રેણુકા ચૌધરીના હાસ્યને PM મોદીએ ગણાવ્યું ‘રાક્ષસી’?, જાણો શા માટે

 | 8:32 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે લોકસભામાં બોલ્યા બાદ હવે રાજ્યસભાને સંબોધન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર શુભેચ્છાનો પ્રસ્તાવ આપી રહ્યા છે. તેમના રાજ્યસભા ભાષણની પ્રમુખ વાતો નીચે પ્રમાણે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિપક્ષના ભારે શોરબકોર વચ્ચે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતાં કોંગ્રેસની આઝાદ ભારતની પહેલી પેઢીથી આજની પેઢી પર આકરા પ્રહારો કર્યા હતા.

વડાપ્રધાને કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવારને આડે હાથ લેતાં કચકચાવીને પ્રહાર કરવાની સાથે સાથે એનડીએના સહયોગી પક્ષોની પ્રશંસા કરી તેમની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પીએમ મોદીએ લોકસભામાં ભાષણ દરમિયાન આંધ્રપ્રદેશ અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે કર્ણાટકનો અવારનવાર ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ લોકસભામાં શાયરી અને આંકડાઓ દ્વારા કોંગ્રેસ દ્વારા મૂકાતા તમામ આરોપો ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન એક એવી ઘટના ઘટી જેના કારણે રાજ્યસભામાં સાંસદો હસી હસીને લોટપોટ થઈ ગયા. હકીકતમાં રાજ્યસભામાં જ્યારે પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના સીનિયર નેતા રેણુકા ચૌધરી જોર-જોરથી હસી રહ્યા હતા.

રેણુકાના હસવાના કારણે પીએમને ભાષણમાં મુશ્કેલી પડી રહી હતી. સભાપતિજી મારી તમને વિનંતી છે કે રેણુકાજીના કશું જ ન કહો, રામાયણ સીરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે.’ અહીંયા પીએમ મોદી ઈશારા-ઈશારમાં રેણુકાની હસવાને રામાયણકાળની રાક્ષસી સાથે સરખાવી દીધું.

રેણુકા હકીકતમાં ત્યારે હસી હતી જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આધારને કોંગ્રેસ પોતાની યોજના બતાવી પરંતુ 7 જુલાઈ 1998ના દિવસે આ જ ગૃહમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે એવું કાર્ડ હશે જે નાગરિકતાની ઓળખનું સબૂત હશે. અહીંયાથી જ આધાર કાર્ડની શરૂઆત થઈ. મોદીના આટલું કહેતા જ રેણુકા હંસવા લાગ્યા.