Have you seen Daya Bhabhi's B-grade film pICS
  • Home
  • Photo Gallery
  • પરિવાર સાથે ન જોવાય એવી ફિલ્મમાં કામ કર્યું છે દયા ભાભીએ, જુઓ ભૂતકાળની તસવીરો

પરિવાર સાથે ન જોવાય એવી ફિલ્મમાં કામ કર્યું છે દયા ભાભીએ, જુઓ ભૂતકાળની તસવીરો

 | 3:48 pm IST

સબ ટીવીનાં પ્રખ્યાત કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં દયાભાભીની ભૂમિકા કરીને પ્રખ્યાત થનાર દિશા વાકાણી, જે હવે પોતાના દાંપત્ય જીવનની મજા માણી રહી છે. તમને જણાવી દઇએ કે, દિશા ટેલિવિઝનનાં નાના પડદાની સાથેસાથે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. જેમા દેવદાસ, જોધા અકબર અને મંગલ પાંડે પ્રમુખ ફિલ્મો છે. પરંતુ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીનો એક રાઝ તમને ખબર નહી હોય.

જો કે ટીવી પણ કામ કરતા-કરતા ઘણા કલાકારોએ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. પરંતુ તમે જાણો છો કે, નાના પડદાનાં કેટલાક કલાકારો એવા પણ છે. જેમણે બી ગ્રેડ ફિલ્મથી કામ કરવાની શરૂઆત કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીથી લોકપ્રિય બનેલી દિશા વાકાણીએ 1997માં ‘કમસિનઃ ધ અનટચ’ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યુ હતું.

નોંધનિય છે કે, દિશા વાકાણી 2008થી શરૂ થયેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીનો રોલ કરી રહી છે. આ શો ટેલિવિઝન પર પ્રસારિત થતાં સૌથી મનોરંજક શોમાં શામેલ છે. નાના પડદા પર દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી અને જેઠા લાલ એટલે કે દિલીપ જોશીની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન