make cheeze cutlet bun at home, it is very easy to make

ઘરે જ બનાવો ચિઝ કટલેટ બન

 | 3:13 pm IST

 જો તમે ચટપટી ખાનારા ફૂડી હોય અને ક્યારેક નાસ્તામાં એવી ચીજ લેવાનું પસંદ કરતાં હોય કે તેનો સ્વાદ મોં માં રહી જાય તો તમે ચીઝ કટલેટ બન્સ ટ્રાઈ કરી શકો છો. તે બનાવવામાં સરળ અને મન ભરીને તેનો સ્વાદ માણી શકો તેવી વાનગી છે. ચિઝ કટલેટ બન્સ બનાવવા માટે તમારે શું સામગ્રી જોઈશે તે પહેલાં નોંધીને તૈયાર રાખો.

સામગ્રીઃ

પૂરણ બનાવવા માટે

–  1 નંગ બાફેલું બટાકુ
–  અડધો કપ બાફેલા વટાણા
–  2 ચમચી કાંદા
–  2 ચમચી ગાજર
–  2 ચમચી શિમલા મરચાં
–  1 ચમચી ટમેટાનો સૉસ
–  અડધો ચમચી ચાટ મસાલો
–  અડધો ચમચી ગરમ મસાલો
–  મીઠું સ્વાદ અનુસાર

અન્ય સામગ્રીઃ

– 1 નંગ બન પાંઉ
–  1 ક્યુબ ચીઝ
– 1 ચમચી મેયોનીઝ
– 1 ચમચી ચિલી સૉસ

બનાવવાની રીતઃ

ઉપરની બધી જ સામગ્રી ભેગી કરી પૂરણ તૈયાર કરવું. પછી કટલેસનો આકાર આપી તવા પર તેલ મૂકી કટલેસ શેકી લેવી. બન પાંઉની વચ્ચે મેયોનીઝ અને ચિલી સૉસ લગાવી તૈયાર કરેલી કટલેસ મૂકી ઉપરથી જ ચીઝ ભભરાવી ટમૅટો સૉસ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન